Get The App

ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણનો ખેલ પકડાયો, વિવિધ લાલચો આપી 12 હિન્દુ પરિવારને ખ્રિસ્તી બનાવ્યા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણનો ખેલ પકડાયો, વિવિધ લાલચો આપી 12 હિન્દુ પરિવારને ખ્રિસ્તી બનાવ્યા 1 - image


Image: Freepik

Conversion Case in UP: ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારના સેવાનગરમાં પ્રાર્થના સભાની આડમાં ધર્માંતરણનો ખુલાસો થવા પર તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બીમારની સારવાર, લગ્ન અને રૂપિયાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. વિદેશી ફન્ડિંગની આશંકાના કારણે ઇન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઈ અને તેના સાથીઓના બૅન્ક એકાઉન્ટની ડિટેલ તપાસવામાં આવી રહી છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાની પીટીઆઇ જેરાલ્ડ મેથ્યુઝ મેસી અને તેમના સાથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને બીમારની સારવાર, લગ્ન-રોજગારની લાલચ આપીને જાળમાં ફસાવતા હતા. તે બાદ તેમને ખ્રિસ્તી ધર્મના રીતિ-રિવાજ અનુસાર પ્રાર્થના સભામાં આવવા માટે પ્રેરિત કરતા હતા. ત્યાં અમુક લોકોને તેમની જરૂરિયાત અનુસાર સુવિધાઓ પૂરી પાડવા માટે અન્ય લોકોને ધર્મ અપનાવવા માટે કહેતા હતા.

12 પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવ્યું

બજરંગ દળ ધર્મ જાગરણ પ્રકોષ્ઠના મહાનગર સંયોજક નવીન સિંહ અનુસાર ગેંગે નંદગ્રામ વિસ્તારના 11 પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવ્યું. આ સિવાય સંજય નગર સેક્ટર-23 સ્થિત એક પરિવારનું ધર્માંતરણ કરવાની પણ જાણ થઈ છે. ગાઝિયાબાદના ઘણા અન્ય વિસ્તારોમાં પણ આ ગેંગ સક્રિય થવાની વાત સામે આવી છે. આ સંબંધમાં સંગઠન પોતાના સ્તરે શોધખોળ કરી રહ્યા છે.

આરોપીઓના પક્ષમાં સ્ટેશન પર હોબાળો કર્યો

ઇન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઇ જેરાલ્ડ મેથ્યુઝ મેસી અને તેમના સાથીઓના પકડાઈ જવાની જાણ થતાં જ અમુક લોકો વિરોધ વ્યક્ત કરવા નંદગ્રામ પહોંચી ગયા. તેમણે ધર્માંતરણના આરોપને ખોટો ગણાવતાં હોબાળો કર્યો. જણાવાઈ રહ્યું છે કે જેરાલ્ડ મેથ્યુઝ મેસીના સમર્થનમાં પહોંચેલા લોકો ગાઝિયાબાદ સિવાય આસપાસના જિલ્લામાંથી આવ્યા હતા. બજરંગ દળના નવીન સિંહનું કહેવું છે કે આ તમામ લોકો તે છે, જેમનું ધર્માંતરણ કરાવવામાં આવી ચૂક્યું છે. નંદગ્રામ એસીપીનું કહેવું છે કે તમામ પાસા પર તપાસ કરવામાં આવી રહી છે. ધર્માંતરણ કરાવવામાં કોઈ પ્રકારનું ફન્ડિંગ તો થઈ રહ્યું નહોતું તેની પણ તપાસ કરાવવામાં આવી રહી છે. 

કરહેડામાં 15 લોકો પકડાઈ ગયા હતા

લગભગ એક વર્ષ પહેલા કરહેડામાં પણ ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો હતો. મામલામાં પોલીસે સાત મહિલાઓ સહિત 15 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી ભાડાના ત્રણ માળના મકાનમાં ધર્મ પરિવર્તનની ગેંગ ચલાવી રહ્યા હતા. ત્યાં મળેલા લોકોએ જણાવ્યું હતું કે અમને કીર્તનના બહાને બોલાવવામાં આવ્યા હતા. અહીં કીર્તનના બદલે પ્રાર્થનામાં સામેલ કરવામાં આવ્યા. તેમને ખ્રિસ્તી બનવા પર તમામ દુ:ખ-દર્દ દૂર થવાની લાલચ આપવામાં આવી હતી. 

પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે લોકોને રૂપિયાની પણ લાલચ આપવામાં આવી હતી. તમામને એક-એક બાઇબલ સિવાય પ્રચાર સામગ્રી પણ આપવામાં આવી હતી. આરોપી આ સમગ્ર પ્રક્રિયાનો એક વીડિયો પણ બનાવતા હતા, જેના વાયરલ થયા બાદ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે અહીં સામૂહિક રીતે ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું. ધર્મ પરિવર્તનથી ઇનકાર કરનાર લોકોને લાખોની રકમ આપવાની લાલચની વાત સામે આવી હતી. 

મોદીનગરમાં પકડાઈ ગઈ હતી ગેંગ

મોદીનગરના ગામ શાહજહાંપુરમાં 22 જુલાઈ 2022એ મોટા સ્તરે ધર્માંતરણ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને હાપુડ રહેવાસી મહેન્દ્ર અને તેમની પત્નીને જેલમાં મોકલ્યા હતા. બન્ને ખ્રિસ્તી મિશનરીની સંસ્થાનું સંચાલન કરતાં હતા. મામલામાં મોદીનગર પોલીસે ચાર્જશીટ લગાવીને તેમને જેલમાં મોકલી દીધા હતા.  


Google NewsGoogle News