યુપીમાં વધશે વિવાદ! કેશવ પ્રસાદ મૌર્યએ CM યોગીના વિભાગ પાસેથી માંગી આ માહિતી
Image: Facebook
Keshav Prasad Maurya Letter: ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વિભાગને પત્ર લખ્યો છે. ડેપ્યુટી સીએમએ નિમણૂક અને કર્મચારી વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને અનામતની વિગતો માગી છે. આ પત્રમાં કેશવ મૌર્યએ કહ્યું છે કે તેઓ આ મુદ્દાને વિધાન પરિષદમાં પણ ઉઠાવી ચૂક્યા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિમણૂક અને કર્મચારી વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખીને કેશવ પ્રસાદ મૌર્યએ આઉટસોર્સિંગ અથવા કરાર પર કામ કરી રહેલા કુલ કર્મચારીઓની વિગતો માગી છે. પત્રમાં ડેપ્યુટી સીએમે લખ્યું, ''મે 11 ઓગસ્ટ 2023માં આ મુદ્દાને વિધાન પરિષદમાં ઉઠાવ્યો હતો અને અધિકારીઓથી જાણકારી ઈચ્છી હતી. 16 ઓગસ્ટ 2023એ તેમણે પત્ર લખ્યો હતો પરંતુ જાણકારી ન મળવાના કારણે એક વખત ફરી પત્ર લખ્યો અને અધિકારીઓને આદેશ કર્યો કે શાસનાદેશ અનુસાર સમસ્ત વિભાગોને યાદી પ્રમાણે એકત્ર કરીને સંકલિત કરીને અને સમીક્ષા માટે પ્રસ્તુત કરો."
ડેપ્યુટી સીએમનો આ પત્ર ચર્ચામાં આવ્યો
ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અને સંગઠનની વચ્ચે આંતરિક ખેંચતાણની વચ્ચે ડેપ્યુટી સીએમ મૌર્યનો આ લેટર ચર્ચામાં આવી ગયો છે. તાજેતરમાં જ સંગઠન અને સરકારની વચ્ચે મતભેદ સામે આવ્યા હતાં. જોકે, તે બાદ કેશવ મૌર્યને દિલ્હી બોલાવાયા હતા અને પોતે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમની સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મીટિંગમાં સંગઠન અને સરકારની વચ્ચે તણાવને ઘટાડવાની ચર્ચા થઈ હતી. નડ્ડાની તરફથી કહેવામાં આવ્યું કે એવી નિવેદનબાજી થવી જોઈએ નહીં જેનાથી પાર્ટીની છબિને નુકસાન થાય.
કેશવ પ્રસાદ મૌર્યએ શું કહ્યું હતું?
યુપી કાર્ય સમિતિની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યએ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું, 'જે તમારું દર્દ છે, તે મારું પણ દર્દ છે અને ભાજપમાં સરકારથી મોટું સંગઠન છે. સંગઠન હતું અને રહેશે.' મૌર્યએ આગળ કહ્યું હતું કે 7 કાલિદાસ માર્ગ કાર્યકર્તાઓ માટે હંમેશા ખુલ્લો છે. ડેપ્યુટી સીએમના આ નિવેદન બાદ યુપીનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું હતું.