કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ અંગેનો વિવાદ, Book My Showના CEOને ફરી સમન્સ પાઠવાયું

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ અંગેનો વિવાદ, Book My Showના CEOને ફરી સમન્સ પાઠવાયું 1 - image
Image Twitter 



Coldplay Concert: કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટોના વિવાદ વચ્ચે બુક માય શો માટે મુશ્કેલી વધી રહી છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જાન્યુઆરી 2025 માટે બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક કોન્સર્ટ (Coldplay concert in Mumbai)ની ટિકિટ માટે ચાહકોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. અને ગણતરીની મિનિટોમાં બધી જ ટિકિટો વેચાઈ જતા હવે ટિકિટની કાળાબજારી થઈ રહી છે. એવામાં ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ BookMyShowની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ઈકોનોમિક ઓફિસ વિંગે બુક માય શોના CEO સમન્સ

પોલીસની ઈકોનોમિક ઓફિસ વિંગે બુક માય શોના CEO અને ટેકનિકલ હેડને ફરીથી સમન્સ પાઠવ્યા છે. બિગ ટ્રી એન્ટરટેઈનમેન્ટ, જે બુક માય શોની મૂળ કંપની છે, અને તેના સીઈઓ આશિષ હેમરજાની છે. કોલ્ડપ્લે કોન્સર્ટ સાથે જોડાયેલા કેસમાં તેમને આ બીજું સમન્સ આપવામાં આવ્યું છે. મુંબઈ પોલીસના EOW એ બુક માય શોના CEO અને ટેકનિકલ હેડને ફરીથી સમન્સ મોકલ્યા છે. અને આજે તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

બુક માય શોના સીઈઓ આશિષ હેમરજાનીને પોલીસે સમન્સ પાઠવ્યું 

બુક માય શોના સીઈઓ આશિષ હેમરજાનીએ પોલીસ સમન્સનો જવાબ કોઈ જવાબ ન આપ્યો અને હાલમાં તેમને ફરી બીજું સમન્સ પાઠવવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશિષે ન તો તેના વકીલો દ્વારા કે ન તો તેમના કોઈ પ્રતિનિધિ દ્વારા જવાબ આપ્યો હતો. પોલીસનું કહેવું છે કે, જો તમે તપાસમાં સહકાર નહીં આપો તો કાનૂની સલાહ લઈને કાર્યવાહી કરવામાં આવશે. આશિષ હેમરજાણીને છેલ્લે 27મી સપ્ટેમ્બરે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 

કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટને લઈને વિવાદ

જાન્યુઆરી 2025માં મુંબઈમાં યોજાનાર કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને ચાલી રહેલો વિવાદ અટકી રહ્યો નથી. બુક માય શોમાં આ કોન્સર્ટની ટિકિટો ઓપન થતાની સાથે જ તેની કિંમત લાખોમાં પહોંચી ગઈ અને આ મામલો ખૂબ જ ચર્ચામાં આવ્યો. કોલ્ડપ્લે એક રોક અને પોપ બેન્ડ છે, જેના વિશ્વભરમાં લાખો ચાહકો છે. ભારતમાં પણ તેના લાખો ચાહકો હશે અને તેના કારણે કોલ્ડપ્લેનો જે ક્રેઝ ઉભો થયો છે. જો કે, બુક માય શોના સીઈઓ પર જ્યારે ટિકિટના બ્લેક માર્કેટિંગનો આરોપ લાગ્યો હતો, ત્યારે આ મામલો ભારતમાં એક નવા વિવાદ તરીકે સામે આવ્યો છે.



Google NewsGoogle News