શું રદ થશે વક્ફ બિલ 2024? JPCમાં ઘમસાણ, જાણો બેઠકમાં શું થયું
Waqf bill in JPC: કેન્દ્રની મોદી સરકારે ગત સંસદ સત્ર દરમિયાન લોકસભામાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કર્યો હતો. જો કે, વિપક્ષના ભારે વિરોધ બાદ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) માં મોકલવામાં આવ્યું હતું. હવે જેપીસીની બેઠકમાં પણ આ બિલ પર ઘમસાણ થયાના સમાચારો સામે આવ્યા છે. બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે બિલ પર ઉગ્ર બોલાચાલી થઇ હતી, ત્યાર બાદ સમિતિએ હવે બિલમાં પ્રસ્તાવિત ફેરફારો કરવા 15 દિવસની અંદર લોકો, નિષ્ણાતો અને વિવિધ સંસ્થાનો પાસેથી અભિપ્રાય માંગ્યા છે.
બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે બોલાચાલી
ભાજપ સાંસદ જગદંબિકા પાલની અધ્યક્ષતા વાળી 31 સભ્યોની સંયુક્ત સંસદીય સમિતિની બે બેઠકો થઇ છે. જો કે, જેપીસીની બીજી બેઠકમાં ભાજપ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ બેઠકમાં જે સુધારાઓ પર ગંભીરતાથી ચર્ચા થઇ તેમાં શહેર કલેક્ટરને સંપત્તિઓનો સર્વેક્ષણ કરી એને વક્ફ જાહેર કરવાના અધિકારનો મુદ્દો પણ સામેલ હતો. જેપીસીની આગામી બેઠક હવે પાંચમી-છટ્ઠી સપ્ટેમ્બરે યોજાવાની છે.
આ પણ વાંચોઃ વિરોધી સૂરની વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન, શું બદલાશે સમીકરણ?
કયા મુદ્દાઓ પર અટકી વાત
જેપીસી બેઠક દરમિયાન સંશોધિત બિલમાં ‘Waqf By User’ શબ્દને હટાવવાના પ્રસ્તાવ પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, એક મુદ્દા પર વિરોધ નોંધાવ્યા બાદ વિપક્ષના સાંસદો થોડીક વાર માટે બહાર જતા રહ્યા હતા અને ફરી પાછા આવ્યા હતા. આ બબાલના કારણે બેઠકમાં ખૂબ લાંબી ચાલી હતી. આ દરમિયાન સમિતિએ ઓલ ઇન્ડિયા સુન્ની જમીયત ઉલમા (મુંબઇ), ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર સિવિલ રાઇટ્સ (દિલ્હી) અને યુપી-રાજસ્થાનના સુન્ની વક્ફ બોર્ડ જેવા સ્ટેકહોલ્ડર્સના વિચારો પણ સાંભળ્યા હતા.
આ પણ વાંચોઃ મોટા નેતાઓમાં CM ઉમેદવાર બનવાની રેસથી કોંગ્રેસને થશે નુકસાન? મોવડી મંડળ નારાજ
સમિતિ અધ્યક્ષ જગદંબિકા પાલ શું બોલ્યા?
જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે બેઠક અંગે કહ્યું કે, 'અમે પહેલી બેઠકમાં કહ્યું હતું કે સરકારે વક્ફ (સંશોધન) બિલ 2024ને જેપીસીમાં મોકલ્યું છે તો અમે દેશના તમામ વક્ફ બોર્ડને બેઠકમાં બોલાવીશું. અમે લઘુમતી સંગઠનોનો ભાગ રહેલા લોકોને પણ બોલાવીશું. સરકારનું માનવું છે કે એક યોગ્ય બિલ આવવું જોઇએ.'
લોકસભા સચિવાલય દ્વારા જાહેર નિવેદન મુજબ, સમિતિએ સામાન્ય પ્રજા અને બિન સરકારી સંગઠનો (એનજીઓ), નિષ્ણાતો, સ્ટેક હોલ્ડર્સ અને સંસ્થાનો પાસેથી વિશેષ રૂપે બિલની વ્યાપક અસરો પર વિચાર અને અભિપ્રાયો માંગ્યા છે.