1947માં 5 હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા

હડપ્પા સંસ્કૃતિના હારમાં સોનાના દોરામાં મોતી પરોવેલા હતા

ભારત કે પાકિસ્તાન એકેયનો પક્ષ દાવો જતો કરવા તૈયાર ન હતા

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
1947માં  5  હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા 1 - image


નવી દિલ્હી,15 ઓગસ્ટ,1947,શુક્રવાર 

૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭એ ભારતના ઇતિહાસનો વિશિષ્ટ દિવસ છે. સદીઓ જૂની ગુલામી ફગાવીને વિશ્વમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો હતો. ભારતની ભૂમિમાંથી નવો દેશ પાકિસ્તાન પણ ઉભો કરવામાં આવ્યો હતો. સિરીલ રેડકિલફ નામના બેરિસ્ટરે અંગ્રેજે  ભાગલાની ૪.૫૦ લાખ વર્ગ કિમીના વિસ્તારની રેખા આંકી હતી. 

આઝાદી પહેલા ભારતની કુલ વસ્તી ૪૦ કરોડ હતી જેમાંથી ભાગલાની બંને તરફના વિસ્તારમાં અંદાજે ૮ કરોડ લોકો રહેતા હતા. ભાગલાની સાથે જ શરુ થયેલા ખૂનામરકીના ખેલમાં ૧૦ લાખથી વધુ માનવ જિંદગીઓ હોમાઇ ગઇ હતી. ભાગલાની અસર એટલી મોટી હતી કે બંને દેશો આજ સુધી તેના જખમ ભૂલાવી શકયા નથી. એ સમયે સવાથી દોઢ કરોડ લોકો શરણાર્થી બનીને ભારત આવ્યા હતા. યુધ્ધ અને દુષ્કાળ સિવાયના કારણોથી થયેલું વિશ્વનું સૌથી મોટું સ્થળાંતર હતું. 

1947માં  5  હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા 2 - image

ધર્મ આધારિત ભાગલાના ખૂની ખેલની સૌથી વધુ પીડા પંજાબ અને બંગાળ પ્રાંતે ભોગવી હતી. ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા મળી તેના બે દિવસ પછી એટલે કે ૧૭ ઓગસ્ટના રોજ પંજાબ અને બંગાળ પ્રાંતના લોકોને ભાગલાની જાણ થઇ હતી. ભાગલાની સાથે જ સેંકડો લોકો માટે પોતાનો દેશ અચાનક જ પારકો બની ગયો હતો. પૂર્વી પંજાબમાં રહેતા લોકો પશ્ચીમ પંજાબમાં અને પશ્ચીમ પંજાબમાં રહેતા લોકો પૂર્વી પંજાબ એટલે કે ભારત તરફ ભાગ્યા હતા. 

ભાઇચારાથી રહેનારા અચાનક જ એક બીજાના લોહીના તરસ્યા બની ગયા હતા. સાંપ્રદાયિક હિંસા, અણઘડ આયોજનના કારણે ભાગલાની પ્રક્રિયા નિષ્ફળ અને પીડાદાયક રહી હતી. ભાગલાની સાબીતીવાળા દસ્તાવેજો અને નકશાઓ પણ ગૂમ કરી દેવામાં આવ્યા હતા. ભાગલા પાડયા પછી રેડકિલફ જેવા અંગ્રેજોએ પાછું વળીને ભારત જોવા આવવાનું કયાં હતું ? તેમનો હેતું તો આ વિશાળ ઉપખંડમાં ઉતાવળ કરીને વગર જોખમે બહાર નીકળી જવાનો હતો.

1947માં  5  હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા 3 - image

એક જ ઇતિહાસ અને વારસો ધરાવતા ભારત પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે માત્ર જમીન જ  નહી પેન્સિલ, ખુરશીઓ, સોફા, સરકારી પાલતું પ્રાણીઓ પણ વહેંચાયા હતા.એક માહિતી મુજબ વિદેશ મંત્રાલય દ્વારા નાની નાની ચીજો સોંપવામાં આવી હતી. જેમાં ૨૧ ટાઇપરાઇટર,૩૧ પેન સ્ટેન્ડ,૧૬ આરામ ખુરશીઓ, ૧૨૫ પેપર કેબિનેટ અને ઓફિસર્સને બેસવા માટેની ૩૧ ખુરશીઓ પાકિસ્તાન મોકલવામાં આવી હતી. વનવિભાગની સંપતિ ગણાતો જોયમૂની  હાથી પૂર્વ બંગાળને મળ્યો પરંતુ હાથીના મહાવતે ભારત છોડી જવાનો ઇન્કાર કરી દીધો હતો.

૧૯૨૦માં હિંદુસ્તાન જયારે આઝાદ ન હતું ત્યારે પંજાબ અને સિંધ પ્રાંતમાંથી  ૫૦૦૦ વર્ષ જૂની સિંધુખીણની હરપ્પા સભ્યતાના અવશેષો મળ્યા હતા. ખાસ કરીને સિંધના લરકાના પાસે મોહન જો દરો નગર આયોજનની દ્રષ્ટ્રીએ ઘણું જ બેનમૂન હતું. કાળા પડી ગયેલા ઘઉં, તાંબા અને કાંસાના વાસણો, માપતોલ પથ્થર, તાંબાનો અરીસો, માટીનું બળદગાડુ, રંગબેરંગી પથ્થરો અને ઓજારો તથા કિંમતી આભૂષણોનો સમાવેશ થતો હતો. સિંધુઘાટીની સભ્યતાના અવશેષો મળવાએ ભારતના ઇતિહાસની સૌથી ગૌરવવંતી ઘટના હતી. ભારતની સભ્યતા ઇજિપ્ત, યૂનાન અને ચીન જેટલી જ પ્રાચીન હોવાનું આ મજબૂત પ્રમાણ હતું.

1947માં  5  હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા 4 - image

 જવાહરલાલ નેહરુએ પણ ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં તેનું વર્ણન કર્યુ છે. આ પ્રાચીન સભ્યતાની જેટલી પણ વસ્તુઓ મળી તેના પણ ભાગલા પાડવામાં આવ્યા હતા. જેમાં ૬૦ ટકા અવશેષો ભારતને અને ૪૦ ટકા અવશેષો પાકિસ્તાનને મળ્યા હતા. ઉદાહરણ તરીકે નાચતી મહિલાની મૂર્તિ  ભારત જયારે ધ્યાન ધરતા યોગીની મૂર્તિ પાકિસ્તાન પાસે રહી હતી. જો કે સોનાના દોરામાં મોતી પરોવેલા હાર (નેકલેસ) બાબતે બંને દેશના અફસરો વચ્ચે મતભેદ થયો હતો. ૫ હજાર વર્ષ જૂના અમૂલ્ય હારને એક પણ પક્ષ છોડવા રાજી ન હતો.

પાકિસ્તાનનું માનવું હતું કે વિશ્વમાં હરપ્પા અને મોહન જો દરો ઓળખ બની શકે તેમ છે. છેવટે આ કિંમતી હારના બે ટુકડા કરીને વહેંચવામાં આવ્યા હતા. ભારતના ભાગમાં આવેલા હારનો ટુકડો દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સચવાયેલો છે. આ હારને એક કરી નાખવો જોઇએ એવું સૂચન એક અમેરિકન ઇતિહાસકારે કર્યું હતું પરંતુ ભાગલાનું પ્રતિક એવા હારને ફરી જોડવા એક પણ પક્ષ રાજી નથી. 

ભાગલા સમયે રેડકિલફે લાહોર પાકિસ્તાનને કેમ આપ્યું ? 

1947માં  5  હજાર વર્ષ જુના હડપ્પાના હાર મુ્દ્વે ઉભી થઇ હતી ખેંચતાણ, છેવટે હાર તોડીને ભાગ પડાયા હતા 5 - image

બે દેશોના ભાગલાની બાઉન્ડી સમિતિના જોઇન્ટ ચેરમેન રેડકિલફે ભાગલા પહેલા કયારેય ભારત જોયું ન હતું. ભારતની સંસ્કૃતિ કે ભૂગોળથી પણ ખાસ પરીચિત ન હતા.તેમને ભાગલા સમયે બંને દેશોની સંભવિત સરહદોનું માત્ર સામાન્ય હવાઇ નિરીક્ષણ જ કર્યુ હતું.

રેડકિલફ પાસે કોઇ પણ જિલ્લાની ઝીણી માહિતી આપતા નકશાઓ પણ ન હતા. એ સમયે સુખી સમૃધ્ધ ગણાતા લાહોર શહેરમાં હિંદુઓની સંખ્યા નોંધપાત્ર હતી.આઝાદીના આંદોલનનું તે મુખ્ય કેન્દ્ર પણ હતું પરંતુ પાકિસ્તાનના ભાગમાં કોઇ મોટું શહેર આવે તે હેતુંથી લાહોર પાકિસ્તાનને આપ્યું હોવાનું રેડકિલફે કબૂલ્યું હતું.

 


Google NewsGoogle News