Get The App

NDAમાં ફરી વિખવાદ: ભાજપ ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું, JDUએ આપ્યો જવાબ

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
NDAમાં ફરી વિખવાદ: ભાજપ ધારાસભ્યના નિવેદનથી રાજકારણ ગરમાયું, JDUએ આપ્યો જવાબ 1 - image


Image: Facebook

Bihar Politics: બિહાર એનડીએ ગઠબંધનમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. તેનું કારણ ભાજપ ધારાસભ્ય હરિભૂષણ ઠાકુર બચૌલનું નિવેદન છે. તેમણે સીમાંચલને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માગ કરી છે. ભાજપ ધારાસભ્યએ કહ્યું કે 'સીમાંચલમાં હિંદુ સુરક્ષિત નથી. તેમને જોખમ છે. તેમના નિવેદનને લઈને જેડીયુએ પણ નિશાન સાધ્યું છે.'

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપ ધારાસભ્ય હરિભૂષણે કહ્યું કે 'સીમાંચલના કિશનગંજ, પૂર્ણિયા, અરરિયા અને કટિહાર જિલ્લાને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવા જોઈએ. આ વિસ્તારોમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોએ કબ્જો કરી દીધો છે. હિંદુ લઘુમતી થઈ ગયા છે.'

બહેન-દિકરીની સુરક્ષા પર જોખમ

ભાજપ ધારાસભ્યએ આગળ કહ્યું કે 'ધર્મના નામે દેશના ભાગલા થયા હતા. ભારત હિંદુ રાષ્ટ્ર બન્યુ અને પાકિસ્તાન મુસ્લિમ દેશ બન્યો. દરમિયાન સીમાંચલમાં હિંદુઓને દરેક રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. સીમાંચલ, દરભંગા, મધુબની સહિત ઘણા જિલ્લામાં હિંદુઓની બહેન-દિકરીની સુરક્ષા પર જોખમ છે.'

બિહારમાં સાંપ્રદાયિક સૌહાર્દ વાળું વાતાવરણ

ભાજપ ધારાસભ્યના નિવેદન પર જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે 'હિંદુ-મુસ્લિમ, શીખ-ખ્રિસ્તી બિહારમાં હળીમળીને રહે છે. બિહારમાં સાંપ્રદાયિક સૌહાર્દવાળું વાતાવરણ છે. આવા નિવેદનોની કોઈ સત્યતા નથી.' આ પહેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સીમાંચલને લઈને સ્પષ્ટવક્તા રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી હવે આ વિસ્તારોમાં યાત્રા પણ કરવાના છે. યાત્રા પહેલા ભાજપ ધારાસભ્યના આ નિવેદનને નીતીશ અને લાલુ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. સીમાંચલની વોટ બેન્ક મુખ્યરીતે બે પાર્ટીઓને મળે છે જેડીયુ અને આરજેડી. દરમિયાન ભાજપ ધારાસભ્યના નિવેદનથી બિહારનું રાજકારણ ગરમાયું છે.


Google NewsGoogle News