ગરબામાં આવતા લોકોને પીવડાવો ગૌ-મૂત્ર, બિન-હિન્દુઓને રોકવા માટે ભાજપ નેતાની વિચિત્ર સલાહ
Controversial Suggestion on Entry of Garba Mandap : ઈન્દોરના ગરબા પંડાલમાં બિન-હિંદુઓના પ્રવેશ ન આપવાના નિવેદનને લઈને એક વિવાદિત સૂચન સામે આવ્યું છે. આ સૂચન ભાજપના ઈન્દોર જિલ્લા (ગ્રામીણ) અધ્યક્ષ ચિન્ટુ વર્માએ આપ્યું છે. ચિન્ટુ વર્માએ કહ્યું છે કે, માતાની પૂજા કરવા માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. અને તેમાં વધુમાં વધુ લોકોએ આમાં ભાગ લેવો જોઈએ. ઘણીવાર એવા લોકો ગરબા પંડાલમાં પણ ભાગ લે છે, જેમના વિશે પછીથી ચર્ચાઓ થાય છે. આવી સ્થિતિમાં હું માનું છું અને કહું છું કે, ગરબા પંડાલમાં પ્રવેશતા પહેલા દરેક વ્યક્તિને પ્રસાદ તરીકે ગૌમૂત્ર આપવું જોઈએ.
ચિન્ટુ વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, જે કોઈ ગરબા પંડાલમાં આવે છે તેણે પ્રવેશ પહેલાં ગૌમૂત્ર પીવું જોઈએ અને કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ. નવરાત્રી એ શક્તિનો તહેવાર છે. ચોટી રાખવી અને ચંદનનું તિલક કરવું એ આપણી ઓળખ છે. આવી સ્થિતિમાં ગરબામાં ભાગ લેનારાઓએ પણ તિલક લગાવવું જોઈએ અને ગૌમૂત્ર પીને પંડાલમાં પ્રવેશ કરવો જોઈએ. હું આયોજકોને વિનંતી કરું છું કે, લોકોને ગૌમૂત્ર પીવડાવીને જ પંડાલમાં પ્રવેશ આપવો જોઈએ.
ગૌમૂત્રથી આપણને શક્તિ અને શુદ્ધતા મળે છે: ચિન્ટુ વર્મા
આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આધાર કાર્ડ સાથે પણ એન્ટ્રી આપી શકાય છે. ચિન્ટુ વર્માએ કહ્યું કે "આધાર કાર્ડ બરોબર છે, પરંતુ તેમાં ચેડા પણ થાય છે. એટલે હું માનું છું કે આપણો ધર્મ અનુસરવો જોઈએ. ગૌમૂત્રથી આપણને શક્તિ અને શુદ્ધતા મળે છે. ગરબા પંડાલોમાં આવું થવું જોઈએ. જો પ્રવેશ કરનાર વ્યક્તિ હિંદુ છે, તો તે ચોક્કસપણે ગૌમૂત્ર પીશે. ગૌમૂત્ર ન પીવાનો પ્રશ્ન જ નથી."
પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઉષા ઠાકુરે આ મુદ્દે સરકાર આપતાં કહ્યું કે, " આ ખૂબ જ સારો વિચાર છે. જો કોઈ સનાતનમાં માનતો હોય તો તેને કોઈપણ પ્રકારનો વાંધો હોઈ શકે નહીં. ગૌમૂત્ર એક દવા છે. તે અનેક રોગો માટે રામબાણ છે. તેનો ઉપયોગ શરીર અને ઘરની પવિત્રતા વધારવા માટે થાય છે. જો ગરબા પંડાલની બહાર ચરણામૃત તરીકે આપવાનું હોય તો 21 લેયર કપડામાં ગાળીને ગૌમૂત્ર આપવામાં આવે તો તેમાં કંઈ ખોટું નથી."