Get The App

રામમંદિરનું નિર્માણકાર્ય પૂરું થવામાં વિલંબ થશે, એન્જિનિયરો બોલ્યા - દબાણ કરશો તો ક્વૉલિટી બગડશે

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
રામમંદિરનું નિર્માણકાર્ય પૂરું થવામાં વિલંબ થશે, એન્જિનિયરો બોલ્યા - દબાણ કરશો તો ક્વૉલિટી બગડશે 1 - image


Image: Wikipedia

Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામલલાના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. મંદિર સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે અમારું લક્ષ્ય માર્ચ 2025 સુધી મંદિરને પૂરું કરવાનું હતું પરંતુ હવે એવું લાગે છે કે આ કાર્યમાં હજુ થોડો સમય લાગશે. તેમણે બે દિવસીય બેઠક બાદ આ વાત કહી અને એ પણ જણાવ્યું કે આમાં હજુ થોડો સમય બાકી છે. તેમણે માર્ચ 2025ના બદલે જૂન 2025 સુધીમાં આ કાર્ય પૂરું કરવાની શક્યતા વ્યક્ત કરી છે. લાર્સન એન્ડ ટુબ્રોના એન્જિનિયર વારંવાર કહી રહ્યા છે કે, જો વધુ દબાણ નાખશો તો ગુણવત્તા પર અસર પડશે. આ મંદિરનું નિર્માણ એન્જિનિયરિંગ વિસ્તારની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કરી રહી છે. આ વિશ્વની ટોપ ઇન્ફ્રા કંપનીઓમાં સામેલ છે.'

મંદિર બનાવનારી કંપનીએ વધુ સમય માગ્યો

તેમણે કહ્યું કે 'આપણે તેમની (લાર્સન એન્ડ ટુબ્રો) આ વાતનું સન્માન કરવું પડશે. અમે 30 જૂન 2025 સુધીનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યાં સુધી તમામ કામ પૂરું થઈ જવું જોઈએ. મંદિર નિર્માણનું સમગ્ર કાર્ય 30 જૂન 2025 સુધી પૂરું થઈ જશે. મંદિર નિર્માણનું લગભગ 60% કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે. કાલે અમે જે સમીક્ષા કરી તેમાં મુખ્ય વાત એ હતી કે મંદિરમાં નીચેના ચબૂતરા પર જ્યાં રામ કથાના ચિત્ર લગાવવાના છે તેને અંતિમરૂપ આપવું થોડું અઘરું છે. અમે ભીંત ચિત્ર કાપી શકતા નથી, તેમાં કથાની નિરંતરતા હોવી જોઈએ. તેથી આમાં ખૂબ સમય લાગ્યો, અમારા કલાકારોએ અમુક રીત સૂચન કર્યા છે. કાલે રાત્રે અમે તેનો અભ્યાસ કર્યો છે, આજે તેનું નિરીક્ષણ કરવામાં આવશે.'

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં જીત બાદ મહાયુતિમાં ડખા? શિંદે જૂથે કરી હરિયાણા-બિહાર મોડલની માગ, ભાજપે આપ્યો જવાબ

મંદિરનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે. આ દરમિયાન મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરની દિવાલો અને સ્તંભો પર બનનારી મૂર્તિઓની નવી તસવીર સામે આવી છે. આ મૂર્તિઓમાં રામ કથાના પ્રસંગ અને મહાબલી હનુમાનની મૂર્તિઓ છે. પહેલી વખત નિર્માણાધીન શિખરની તસવીર પણ સામે આવી છે. મંદિરની દિવાલ અને સ્તંભ પર બની રહેલી મૂર્તિઓ ખૂબ સુંદર છે. રામ મંદિરને ભવ્ય બનાવવાની સાથે જ દિવાલ અને સ્તંભના આર્ટવર્ક અને મૂર્તિઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

ખૂબ ભવ્ય બની રહ્યું છે મંદિર

રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન મંદિરના સિંહ દ્વાર પર લાગેલું આર્ટવર્ક સામે આવ્યું છે. આ સાથે જ મહાબલી હનુમાનની અન્ય મૂર્તિઓ પણ છે જે આ રંગ મંડપની દિવાલ અને સ્તંભ પર લાગશે. મંદિરના બંને માળ પર આઇકોનોગ્રાફી દ્વારા મૂર્તિઓ કંડારવામાં આવી રહી છે. આમાં ઘણી મૂર્તિઓ રામ અનન્ય ભક્ત મહાબલી હનુમાનની છે.


Google NewsGoogle News