Get The App

'જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર મનાવાયો બંધારણ દિવસ', સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા વડાપ્રધાન મોદી

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
'જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર મનાવાયો બંધારણ દિવસ', સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા વડાપ્રધાન મોદી 1 - image


Constitution Day Program: 75માં બંધારણ દિવસ પર વડાપ્રધાન મોદી મંગળવારે (26 નવેમ્બર) સુપ્રીમ કોર્ટના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, 'ભારતીયોને તાત્કાલિક ન્યાય મળે, તેના માટે નવી ન્યાય સંહિતા લાગૂ કરવામાં આવી છે. દંડ આધારિત વ્યવસ્થા હવે ન્યાય આધારિત વ્યવસ્થામાં બદલાઈ ચૂકી છે.  જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર બંધારણ દિવસ મનાવવામાં આવ્યો.'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આપણું બંધારણ દેશની તમામ અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂરી પાડે છે. બંધારણની તાકાતના કારણે આજે બાબા સાહેબનું બંધારણ જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણ રીતે લાગૂ થઈ ચૂક્યું છે. પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં બંધારણ દિવસ મનાવવામાં આવ્યો. આજે ભારત પરિવર્તનના એક મોટા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને ભારતનું બંધારણ આપણને રસ્તો બતાવી રહ્યું છે. આ આપણા માટે એક માર્ગદર્શક બની ગયું છે.'

આ પણ વાંચો : 75th Constitution Day: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ

બંધારણના નિર્માતાઓના વખાણ કરીને બોલ્યા વડાપ્રધાન મોદી

સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આપણા બંધારણ નિર્માતા એ જાણતા હતા કે ભારતની આકાંક્ષાઓ, ભારતના સપના સમયની સાથે નવી ઊંચાઈઓ પર પહોંચશે. તેઓ જાણતા હતા કે આઝાદ ભારત તરફ ભારતના નાગરિકોની જરૂરિયાતો બદલાશે, પડકારો બદલાશે. એટલા માટે તેમણે આપણા બંધારણને માત્ર કાયદાનું એક પુસ્તક બનાવીને નથી રાખ્યું, પરંતુ તેને એક જીવંત અને નિરંતર વહેતી ધારા બનાવી.'

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના

26/11ના હુમલાને પણ યાદ કર્યો

26 નવેમ્બરે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની યાદ અપાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'લોકશાહીના આ મહત્ત્વપૂર્ણ પર્વનું આપણે જ્યારે સ્મરણ કરીએ છીએ, ત્યારે એ પણ ન ભૂલીએ કે આજના દિવસે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની વરસી છે. આ હુમલામાં જે લોકોના નિધન થયા, તેમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું દેશનો એ સંકલ્પ દોહરાવું છું કે, ભારતની સુરક્ષાને પડકાર આપનારા તમામ આતંકવાદી સંગઠનોને જડબાતોડ જવાબ અપાશે.'


Google NewsGoogle News