Get The App

જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
Indian Constitution


Constitution Day Celebration in Jammu Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ ​​370ની મોટાભાગની જોગવાઈઓ નાબૂદ કર્યા પછી અમલ કરાયેલા રાજ્ય (કાશ્મીર) બંધારણના વિસર્જન પછી 26 નવેમ્બરે પ્રથમ વખત ભારતના બંધારણને અપનાવીને બંધારણ દિવસ ઉજવવામાં આવશે. 

જમ્મુ અને કાશ્મીરના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગના અધિક સચિવ સુભાષ સી. છિબ્બરે સરકાર દ્વારા જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, 'બંધારણના નિર્માતાઓના યોગદાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને લોકોને ઉત્કૃષ્ટ મૂલ્યો વિશે જાગૃત કરવા માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે બંધારણ સ્વીકારવાની 75મી વર્ષગાંઠ છે.'

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ 

જમ્મુ કાશ્મીરના સરકારી કાર્યાલયો સહિત દરેક સંસ્થામાં સવારે 11 વાગ્યે બંધારણની પ્રસ્તાવના વાંચવામાં આવી હતી. તેમજ ત્યારબાદ મૌલિક ફરજ પાલનથી શપથ લેવામાં આવ્યા હતા. 

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા શ્રીનગરમાં બંધારણ દિવસ પર આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. આ સમારોહમાં એલજી મનોજ સિન્હા અને ઓમર અબ્દુલ્લા સરકારના કેટલાક મંત્રીઓએ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી. 

સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી

જો કે આ દરમિયાન સીએમ ઓમર અબ્દુલ્લા સોમવારે જ સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ઉમરાહ કરશે. જમ્મુ-કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશમાં પણ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે સંસદનું સંયુક્ત સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. બંને ગૃહોના વક્તા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમનું સંબોધન કર્યું હતું. 

આ પણ વાંચો: 75th Constitution Day: ભારતનું બંધારણ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ ઉપલબ્ધ

ઓમર અબ્દુલ્લાએ ભારતીય બંધારણ પર મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઓમર અબ્દુલ્લાએ 16 ઑક્ટોબરે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આવું પહેલીવાર બન્યું કે કાશ્મીરના મુખ્યમંત્રીએ ભારતીય બંધારણ પર શપથ લીધા હોય. આ પહેલાં, જમ્મુ અને કાશ્મીરમાં કુલ 17 મુખ્યમંત્રી હતા, જેમણે જમ્મુ અને કાશ્મીરના અલગ બંધારણ પર શપથ લીધા હતા. જણાવી દઈએ કે 5 ઑગસ્ટ 2019 સુધી જમ્મુ-કાશ્મીરમાં અલગ બંધારણ અને ધ્વજ હતો.

જમ્મુ-કાશ્મીરમાં આજે પહેલીવાર ઉજવાયો બંધારણ દિવસ, ઓમર અબ્દુલ્લાના મંત્રીએ વાંચી પ્રસ્તાવના 2 - image


Google NewsGoogle News