કાનપુર બાદ હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું! રેલવે ટ્રેક પર મૂક્યા સિમેન્ટના બ્લોક

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
Ajmer Goods Train Derailment Conspiracy


Ajmer Goods Train Derailment Conspiracy: ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. 

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, રાજસ્થાનના અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા DFCC ટ્રેક પર રવિવારે (આઠમી સપ્ટેમ્બર) મોડી રાત્રે અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ટ્રેન સિમેન્ટના બ્લોક તોડીને આગળ પસાર થઈ હતી અને કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી.

આ પણ વાંચો: PM મોદીની 56 ઈંચની છાતી ઈતિહાસ બની, ચૂંટણી પછી લોકોમાંથી ભય ગાયબ: USAમાં બોલ્યા રાહુલ ગાંધી


રેલવે કર્મચારીએ ફરિયાદ નોંધાવી

આ મામલે DFCCના કર્મચારી રવિ અને વિશ્વજીતે માંગલિયાવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે, 'આઠમી સપ્ટેમ્બરે રાત્રે લગભગ 10.30 વાગે રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક હોવાની માહિતી મળી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ટ્રેક પર સિમેન્ટના બ્લોક  પડ્યા હતા. આ ઉપરાંત કેટલાક અંતરે અન્ય એક બ્લોક તૂટેલા જોવા મળ્યા હતા.' આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાનું ષડયંત્ર

અગાઉ રવિવારે મોડી સાંજે ભિવાની જતી કાલિંદી એક્સપ્રેસ અનવરગંજ-કાસગંજ રેલવે લાઈન નજીક બર્રાજપુર અને બિલ્હોર વચ્ચે ટ્રેક પર મૂકી રાખેલા ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર સાથે ભટકાઈ ગઈ હતી. આ દરમિયાન જોરદાર વિસ્ફોટનો અવાજ આવતા લોકો પાયલટે ટ્રેન અટકાવી દીધી હતી. જો કે, કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ ઘટનાસ્થળે પેટ્રોલથી ભરેલી બોટલ, માચિસ અને એક શંકાસ્પદ થેલો પણ મળી આવ્યો હતો. તેમાં માચિસ અને વિસ્ફોટક મૂકી રાખવામાં આવ્યા હતા. ઘટના બાદ લગભગ 25 મિનિટ સુધી ટ્રેન ત્યાં જ રોકાઈ હતી. તેના પછી આગળ વધી અને બિલ્હોર સ્ટેશને ફરી તેને હોલ્ટ કરાઈ હતી. પોલીસે આ મામલે વિસ્ફોટ થયાની વાત નકારી કાઢી હતી. આરપીએફ ઈન્સપેક્ટર ઓ.પી.મીણાએ જણાવ્યું કે, 'કેમેરાના ફૂટેજના આધારે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.'

17મી ઓગસ્ટની રાત્રે કાનપુર-ઝાંસી રૂટની સાબરમતી એક્સપ્રેસ (19168)ના 22 ડબ્બા એન્જિન સહિત પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. 

કાનપુર બાદ હવે અજમેરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું! રેલવે ટ્રેક પર મૂક્યા સિમેન્ટના બ્લોક 2 - image


Google NewsGoogle News