Get The App

વંદે ભારતને જ ઉથલાવી દેવાનું કાવતરું! ટ્રેન સામે જ બાઈક પડતું મૂકી ભાગ્યો યુવક, દુર્ઘટના ટળી

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
વંદે ભારતને જ ઉથલાવી દેવાનું કાવતરું! ટ્રેન સામે જ બાઈક પડતું મૂકી ભાગ્યો યુવક, દુર્ઘટના ટળી 1 - image


Image: Wikipedia

Vande Bharat Train: વારાણસી-નવી દિલ્હી વંદે ભારત (22435) શુક્રવારે શહેરના ઝૂંસી વિસ્તારમાં ઘટનાનો શિકાર થવાથી બચી ગઈ. વંદે ભારતની સામે એક યુવક પોતાની બાઈક મૂકીને ભાગી ગયો. વંદે ભારતના એન્જિનમાં બાઈક ફસાઈને ઘણે દૂર સુધી ઘસડાતી રહી. વંદે ભારત ડિરેલ નહીં થઈ નહીંતર મોટી દુર્ઘટના ઘટી શકત.

ઘટના સાંજે 04.20 વાગે તે સમયે થઈ જ્યારે વંદે ભારત વારાણસીથી પ્રયાગરાજ જંક્શન તરફ આગળ વધી રહી હતી. ઝૂંસી સ્ટેશનની નજીક બંધવા તાહિરપુર રેલવે અંડર પાસની ઉપર અમુક યુવક બાઈક લઈને રેલવે ટ્રેક પાર કરી રહ્યા હતા. આ દરમિયાન વંદે ભારત સામે આવતી નજર આવી તો યુવક બાઈકને રેલવે ટ્રેક પર છોડીને ભાગી ગયો. 

જોરદાર ટક્કર બાદ વંદે ભારતમાં બેસેલા મુસાફરોએ ઝટકો અનુભવ્યો. બાઈક ઘસડાવાનો અવાજ આવવા લાગ્યો. આ દરમિયાન લોકો પાયલટે બ્રેક લગાવીને ટ્રેનને રોકી લીધી. માહિતી વારાણસી સ્થિત પૂર્વોત્તર રેલવેના કંટ્રોલ રૂમને આપવામાં આવી તો એલર્ટ જારી થયું અને રેલવે ટ્રેક પર અવર-જવર રોકી દેવાઈ.

આ પણ વાંચો: રામમંદિરના નિર્માણ માટે શ્રમિકો નથી મળી રહ્યાં! સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા શું બોલ્યાં જુઓ

ઝૂંસી રેલવે સ્ટેશન પર તૈનાત રેલવેનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો જ્યારે વંદે ભારતમાં હાજર ટેક્નિકલ સ્ટાફે બાઈકને ગમે તેમ રીતે ખેંચીને એન્જિનથી બહાર કાઢ્યું. એન્જિનના આગળ વાળા કેટિલ ગાર્ડને થોડું નુકસાન પહોંચ્યુ હતુ. તપાસ કર્યાં બાદ ટ્રેનને રવાના કરવામાં આવી. વંદે ભારત સાંજે 04.30 ના બદલે 05.10 વાગે પ્રયાગરાજ જંક્શન પહોંચી શકી. જ્યાં વંદે ભારતનો એક વખત ફરીથી નિરીક્ષણ કરવામાં આવ્યુ.

છાવણી બનાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો છે

ઝૂંસી રેલવે સ્ટેશનના અધિક્ષકે જણાવ્યું કે 'બંધવા તાહિરપુર રેલવે ક્રોસિંગ પર બનેલા અંડરપાસની છાવણી બનાવવા માટે ગુરુવારે રસ્તા પર ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમ છતાં પણ બાઈક અવર-જવર કરી રહી હતી. રાહદારીઓ રેલવે લાઈન પાર કરીને અવર-જવર ચાલુ રાખી રહ્યા હતા. દુર્ઘટનાના સમયે ત્યાં કોઈ કર્મચારી નહોતો, જેનાથી રાહદારીઓને કોઈ રોકી શકે તેમ નહોતુ. આ દરમિયાન ઘટના ઘટી.'

વારાણસી બોર્ડના પીઆરઓએ જણાવ્યું કે અમુક લોકો ગેરકાયદેસરરીતે રેલવેના પાટાની ઉપરથી બાઈક લઈને જઈ રહ્યા હતા. ટ્રેન જોઈને બાઈક છોડીને ભાગી ગયા. બાઈક જપ્ત કરી લેવામાં આવી છે અને બાઈક નંબરના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. બાઈક લઈને જતાં લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. બાઈક માલિકને નોટિસ મોકલવામાં આવશે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફર સુરક્ષિત છે, પૂર્ણ તપાસ બાદ ટ્રેનને રવાના કરી દેવાઈ.


Google NewsGoogle News