Get The App

મણિપુરમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ: સર્ચ ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળાનો મળ્યો ભંડાર

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
મણિપુરમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ: સર્ચ ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળાનો મળ્યો ભંડાર 1 - image


Image Source: Twitter

- નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળા મળી આવ્યા

ઈમ્ફાલ, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

Manipur Violence: આસામ રાઈફલ્સે મણિપુર પોલીસ સાથે એક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મોટી હિંસાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળા મળી આવ્યા છે.

સંયુક્ત સર્ચ ઓપરેશનમાં પર્દાફાશ

ઈનપુટના આધારે આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસની એક સંયુક્ત ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે.

સંયુક્ત સર્ચ ઓપરેશનમાં એક AK 56 રાઈફલ, એક સિંગલ બેરલ બંદૂક, દારૂગોળો, છ ગ્રેનેડ અને યુદ્ધ જેવા ભંડાર મળી આવ્યા છે.

અગાઉ પણ મળ્યા હતા દારૂગોળા

6 ડિસેમ્બરના રોજ પણ આસામ રાઈફલ્સે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડિયન રિઝર્વ બટાલિયન અને ચુરાચંદપુર પોલીસ સાથે એક સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશનમાં ચુરાચંદપુર જિલ્લાના ડી હાઓલેનજાંગ ગામના વિસ્તારમાં હથિયારો અને યુદ્ધ જેવા ભંડાર મળી આવ્યા હતા.

આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને જાતિ હિંસામાં નાશ પામેલા પૂજા સ્થાનોને પુનઃસ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને વિગતો આપવા માટે જણાવ્યું હતું.

કુકી અને મૈતેઈ સમુદાયમાં ભડકી હતી હિંસા

મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો સાથે સબંધિત હિંસા 3 મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુર (ATSUM)ની રેલી બાદ ભડકી હતી. હિંસા અને રમખાણો ચાલુ રહેતાં અને ઘણા લોકોના મોત થતા કેન્દ્રએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા.



Google NewsGoogle News