'બ્લેક ડ્રેસ પહેરજે...', જેલથી સુકેશ ચંદ્રશેખરે કર્યો મોટો કાંડ, વિદેશી નંબરથી જેકલીન ફર્નાન્ડિસને કર્યા મેસેજ
ઠગ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને વોટ્સએપ પર ઢગલાબંધ મેસેજ મોકલ્યા હતા
ફિલ્મમાં કામ અપાવવાની ડીલનો પણ ઉલ્લેખ કરવાનો દાવો કરવામાં આવ્યો છે
Sukesh Chandrashekhar Jacqueline Fernandez WhatsApp Massage: દિલ્હીની જેલમાંથી 500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખરના સૌથી મોટા 'કાંડ'ના ઘણા મહત્વના પુરાવાઓ સામે આવ્યા છે. જેલમાં હતા ત્યારે સુકેશે બોલિવૂડ સ્ટાર જેકલીન ફર્નાન્ડિઝને વિદેશી નંબર પરથી વોટ્સએપ પર ઢગલાબંધ મેસેજ મોકલ્યા હતા, જેની ચેટ્સ સામે આવી છે. આ તમામ મેસેજ જેકલીનને 30 જૂને વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા.
'બ્લેક કુર્તા' પહેરીને કોર્ટમાં હાજર થવા કર્યો હતો મેસેજ
જેકલીનને સુકેશે મેસેજ કર્યો હતો, "મારે આ મહિનાની 6 તારીખે કોર્ટની તારીખ છે અને જો તમારે વીડિયો કોન્ફરન્સિંગમાં હાજર રહેવાનું હોય તો, પ્લીઝ 'બ્લેક કુર્તા' અથવા કાળા રંગમાં કંઈક પહેરજે. જેના લીધે મને ખ્યાલ આવશે કે તે મારા બધા મેસેજ જોયા છે અને તું મને પ્રેમ કરે છે. હું તને ખુબ જ યાદ કરું છું અને પ્રેમ કરું છું, તું હંમેશા મારી જ છો."
સુકેશે ટ્રોલ્સથી પરેશાન ન થવા પણ મેસેજમાં જણાવ્યું
બીજી ચેટમાં સુકેશે કહ્યું, "બેબી, હું જાણું છું કે તારા નામમાં વધારાના E ને કારણે તું તાજેતરના ટ્રોલ્સથી હેરાન છે. પરંતુ તેની ચિંતા કરીશ નહીં. તેણે આવા લોકોની ટ્રોલિંગને બકવાસ ગણાવી અને કહ્યું કે તું મારી રાજકુમારી છે, તું રોક સ્ટાર છે... તું સુપર સ્ટાર બનવા જઈ રહી છે".
જેકલીનને ફિલ્મ અપાવવાની ડીલનો પણ ઉલ્લેખ
એક અન્ય વોટ્સએપ ચેટમાં સુકેશે જેકલીનને કહ્યું હતું કે, "આવતા થોડા અઠવાડિયામાં લવરંજન એક ફિલ્મ માટે તારો સંપર્ક કરશે, મેં તેની સાથે ડીલ ફાઈનલ કરી લીધી છે." બેબી, આ તમારા માટે મોટી વાત હશે. તેણે એમ પણ કહ્યું કે લીલીઝ સાથે આ મારી તને ભેટ છે. મેં તને એક મેસેજ કાર્ડ મોકલ્યું છે. આશા છે કે તને તે ગમ્યું હશે અને જોયું હશે...''
જેકલીને સુકેશ પર લગાવ્યો હતો આરોપ
જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં જેકલીનની અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. સુકેશે આ અરજી કોર્ટના વિશેષ ન્યાયાધીશને આપી છે, જેમાં સુકેશે કહ્યું છે કે જેકલીનની અરજીની સાથે તેની અરજી પર પણ સુનવણી કરવામાં આવે. અરજીમાં જેક્લિને સુકેશ પર પત્ર લખીને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.