આજથી હૈદરાબાદમાં કોંગ્રેસની CWCની બેઠક થશે શરુ, પાંચ રાજ્યોની ચૂંટણીની રણનીતિ અંગે થશે ચર્ચા
દેશભરના કોંગ્રેસી નેતાઓ હૈદરાબાદમાં ભેગા થશે
બે દિવસીય ચાલનારી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે
Congress Working Committee Meeting: કોંગ્રેસના વરિષ્ઠા નેતા મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ બન્યા બાદ પહેલી વાર તેમની અધ્યક્ષાતામાં કોંગ્રેસ કાર્યસમિતિની બે દિવસની બેઠક આજથી હૈદરાબાદમાં શર થશે. આ બેઠકમાં તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પર ચર્ચા થશે તેમજ તેના માટે રણનીતિ પણ બનાવવામાં આવશે.
કોંગ્રેસ હૈદરાબાદમાં પાર્ટી વિજય રેલી પણ કાઢશે
આ સાથે જ કોંગ્રેસ પાર્ટી આવતીકાલે હૈદરાબાદમાં પાર્ટી વિજય રેલી પણ કાઢશે અને તેલંગાણા માટે પાંચ ગેરંટી પણ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મલ્લિકાર્જુન ખડગેએ ગયા મહિને જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની નવી ટીમનું એલાન કર્યું હતું. આજથી શરુ થનારી બેઠકમાં અધ્યક્ષ ખડગે સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ સામેલ થશે. બીજી તરફ બે દિવસ ચાલનારી બેઠકમાં દેશમાંથી કોંગ્રેસના નાના મોટા નેતાઓ ભેગા થવા લાગ્યા છે.
આ મુદ્દે થશે ચર્ચા
આ બે દિવસ ચાલનારી બેઠકમાં ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને મહાગઠબંધન I.N.D.I.Aને લઈને પણ ચર્ચા થશે. આ ઉપરાંત મોંઘવારી, બેરોજગારી, મણિપૂર હિંસા તેમજ જમ્મુ કાશ્મીરના હાલાત જેવા મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની રણનીતિ પર કામ કરશે.