Get The App

કોંગ્રેસ દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે, જાણો ક્યારથી શરૂ?

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ દિલ્હીમાં યોજશે પદયાત્રા, રાહુલ-પ્રિયંકા અને ખડગે જોડાશે, જાણો ક્યારથી શરૂ? 1 - image


Dilli Jodo Yatra: રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ની ચૂંટણી સફળતાના પુનરાવર્તનની આશામાં કોંગ્રેસ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિને રાજધાનીમાં પદયાત્રા યોજવા જઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બાદ હવે રાહુલ ગાંધીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીની પણ તૈયારી શરૂ કરી દીધી છે. 23 ઓક્ટોબરથી તેઓ દિલ્હીમાં 'દિલ્હી જોડો યાત્રા' કરશે. આ યાત્રામાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુ ખડગે પણ સામેલ થશે. તહેવારોને ધ્યાનમાં રાખી ચાર તબક્કામાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે  'દિલ્હી જોડો યાત્રા' દરમિયાન પાર્ટી દિલ્હીમાં ભાજપના ત્રણ વખતથી જીતી રહેલા સાંસદોની અસફળતાનો મુદ્દો બનાવશે. 

કોંગ્રેસ પાર્ટી શીલા દીક્ષિત સરકારના સમયને યાદ કરીને મોદી સરકાર, એલજી અને આમ આદમી પાર્ટી વચ્ચેના વિવાદો પર પણ પ્રહાર કરશે. આ ઉપરાંત કેજરીવાલ સરકાર અને આમ આદમી પાર્ટી પર દારૂની નીતિ, ભ્રષ્ટાચાર અને વિકાસ વિરોધીના આરોપોને જોર-શોરથી ઉઠાવશે. આ દરમિયાન AAP સરકારને જુંઝુના સરકાર ગણાવવામાં આવશે. સામાન્ય માણસ માટે આરક્ષિત દિલ્હીના મુખ્ય મંત્રીની સીટનું પ્રતીક એક ખાલી ખાલી ખુરશી, અને 'દિલ્લી વાલોં આઓ દિલ્લી ચલો' સૂત્ર આ પદયાત્રાના કેન્દ્રમાં હશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે પંજાબ અને હરિયાણાની તર્જ પર દિલ્હીમાં AAP સાથે ગઠબંધન નહીં કરશે. 

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી AAP સરકાર પર પ્રહાર કરવા માટે આવા વિવિધ મુદ્દાઓ પર લગભગ એક ડઝન પ્રદર્શનનું આયોજન કરશે. આ સાથે જ કેસ સ્ટડી પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જો કે, પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રમાં કેજરીવાલ I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો બની રહેશે. 

ચાર તબક્કામાં યોજાશે યાત્રા

પ્રથમ તબક્કો- 23થી 28 ઓક્ટોબર

બીજો તબક્કો- 4 નવેમ્બરથી 10 નવેમ્બર

ત્રીજો તબક્કો- 12 નવેમ્બરથી 18 નવેમ્બર

ચોથો તબક્કો- 20 નવેમ્બરથી 28 નવેમ્બર

દિલ્હી વિધાનસભા ચૂંટણી

આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ થવા જઈ રહ્યો છે. જો કે, ચૂંટણી પંચ પાસે એ અધિકાર હોય છે કે, જરૂર પડવા પર તેઓ સમય કરતા પહેલા પણ ચૂંટણી કરાવી શકે છે. જ્યારે કેજરીવાલે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું ત્યારે તેમણે નવેમ્બરમાં દિલ્હીમાં ચૂંટણીની માગ કરી હતી. દિલ્હીના પૂર્વ સીએમએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે અહીં પણ ચૂંટણી કરાવવામાં આવે.


Google NewsGoogle News