ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીથી કયા વર્ગ ફાયદો અને કોને નુકસાન, જાણો તેની માંગ અને રાજકીય સમસ્યા

જાતિ આધારિત વસ્તી ગણતરી બાબતેના વિવિધ પ્રયાસો અને તેના લાભાલાભ

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીથી કયા વર્ગ ફાયદો અને કોને નુકસાન, જાણો તેની માંગ અને રાજકીય સમસ્યા 1 - image


Caste census: ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હંમેશા ચર્ચાનો વિષય રહી છે. આ ખ્યાલ માત્ર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) પર જ નહીં, પણ અન્ય જાતિઓ સહિત ભારતીય વસ્તીની જાતિ મુજબની વિગતો મેળવવાની બાબત પર છે. આ વિચાર ફરી એકવાર રાહુલ ગાંધીના દાવા સાથે મહત્વનો બન્યો છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે, તો તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે. 

જાતિ આધારિત વસ્તી ગણતરી- જરૂરિયાત અને સંદર્ભ 

છેલ્લી વ્યાપક વસ્તી ગણતરી જે જાતિ આધારિત થઇ હોય તે 1931ની બ્રિટીશ ઔપનિવેશિક યુગ દરમ્યાન કરવામાં આવી હતી. જો કે તેમાં બાદની વસ્તી ગણતરીએ SC અને STની જનસંખ્યાની માહિતી એકઠી કરી હતી. પરંતુ તેમને વ્યાપક જાતિ ડેટાને અવગણવામાં આવ્યો હતો. જાતિ આધારિત વસ્તી ગણતરી  બ્રિટિશ સરકારે તેને 1941માં બંધ કરી દીધી. ત્યારબાદ જયારે દેશ આઝાદ થયો તે પછી પણ આ રીતે વસ્તી ગણતરી કરવાનું શરુ થયું નહિ. 

2010 માં જ્યારે મનમોહન સિંહ સત્તામાં હતા ત્યારે જાતિ ગણતરીની માંગ ફરી ઉઠી હતી. જો કે, લગભગ 25 ટકા ડેટા ખોટો હોવાથી, તેને ડેટાની ખરાઈ બાબતે  નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડ્યો હતો. 

જાતિ આધારિત વસ્તી ગણતરી બાબતે મતમતાંતર 2022માં ફરી એકવાર જાતિ આધારીત વસ્તી ગણતરી કરવા માટે 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રધાનમંત્રીને અપીલ કરવામાં આવી. જો કે ભારત સરકાર પણ આ પ્રયત્નોને સફળ બનાવવા માટે સક્રિય થઈ છે. વિપક્ષનું માનવાનું છે કે વ્યાપક જાતિ આધારિત વસ્તી ગણતરી સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. જેના કારણે ગરીબી ઘટાડવા માટેની નીતિઓ અને અસરકારક આરક્ષણ નીતિ અમલ મદદરૂપ બનશે.

જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે ચિંતા 

જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધમાં એક પ્રાથમિક દલીલ એવી છે કે  સામાન્ય અને પછાત જાતિની વસ્તી વચ્ચેનું વિભાજન વધી શકે છે. આ ચિંતા વસ્તીના ચોક્કસ વર્ગ દ્વારા  વ્યક્ત કરવામાં આવી છે. જો કે, વસ્તી ગણતરીના સમર્થકો એવી દલીલ કરે છે કે સામાજિક-આર્થિક અસમાનતાને અસરકારક રીતે સંબોધવા માટે જાતિ આધારિત વસ્તી વિષયક માહિતી એકઠી કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે નીતીશ કુમારની સરકારે બિહારમાં જાતિ ગણતરીનું કામ શરૂ કર્યું છે. 

નીતિ ઘડવાના જાતિ આધારિત વસ્તી ગણતરીની ભૂમિકા 

જાતિ આધારિત વસ્તી ગણતરીએ નીતિ નિર્માણમાં તેની ભૂમિકા દર્શાવે છે. વર્તમાન સમયમાં સરકાર માત્ર SC અને ST જનસંખ્યાના ડેટા જ એક્સેસ કરી શકાય છે. તેમજ વસ્તીનો એક મહત્વપૂર્ણ હિસ્સો ગણાતા OBC વર્ગનો ડેટા ખૂટે છે. ડેટા અનુસાર OBCની જનસંખ્યા ભારતની ટોટલ વસ્તીના 52 ટકા છે. જો જાતિ આધારિત ડેટા ભેગો કરવામાં આવે તો નીતિ નિર્માણની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થઇ શકે છે અને અપેક્ષિત લોકો સુધી સરળતાથી અને અસરકારક રીતે પહોચાડી શકાય છે. 

ઐતિહાસિક પરિસ્થિતિ 

2011માં મનમોહનસિંહ સરકારના કાર્યકાળમાં જતી આધારિત વાસથી ગણતરી કરવામાં આવી હતી. આ વસ્તી ગણતરી પેપરલેસ એટલે કે કાગળ વગરનું ફોરમેટ અનન્ય બાબત હતી. જેમાં હેન્ડહેલ્ડ સાધનોનો ઉપયોગ કરીને ડેટા સંગ્રહ કરવામાં આવ્યો હતો. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને આ મહત્વાકાંક્ષી પ્રયાસમાં સામેલ કરવામાં આવ્યા હતા.

આ ડેટાનો ઉપયોગ કઈ રીતે થશે?

આ વસ્તી ગણતરીમાંથી એકઠો કરવામાં આવેલ ડેટા નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) સહિત વિવિધ સરકારી યોજનાઓમાં ઉપયોગમાં લેવા માટે હતો. જાતિ આધારિત ડેટાનો ઉપયોગ કરવાની દિશામાં નીતિના અમલીકરણ માટે આ એક મહત્વપૂર્ણ પગલું હતું તેમ છતાં તેમાં સમગ્ર વસ્તીનો સમાવેશ થતો નથી.

હાઈ લેવલ બ્યુરોક્રેસીમાં જાતિ આધારિત વસ્તી 

મનમોહનસિંહની સરકાર પછી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમણે હાઈ લેવલ બ્યુરોક્રેસીમાં SC-ST અને OBCના હિસ્સા બાબતે જાણકારી મેળવવા બીજેપીના સદસ્ય કિરીટ સોલંકીની અધ્યક્ષતાવાળા 30 સભ્યોની એક પેનલ બનાવી. આ પેનલે લોકસભામાં તેનો રીપોર્ટ રજુ કર્યો હતો. 

હાઈ પોસ્ટ પર ઉમેદવારોનું પ્રતિનિધિત્વ 

જે અનુસાર હાઈ પોસ્ટ જોબ પર SC અને STના ઉમેદવારોનું પ્રતિનિધિત્વ 2017માં 458 હતું. જે વધીને 2022માં 550 થયું હોવા છતાં અપેક્ષિત સ્તર કરતા નીચું રહ્યું હતું. ભારતીય વસ્તીના 5 ટકા બ્રાહ્મણો પાસે 34 ટકા સરકારી નોકરી છે. SC-ST અને OBC વર્ગ માટે 50 ટકા અનામત હોવા છતાં પણ જનરલ કેટેગરીના 75.5 ટકા સરકારી નોકરી ધરાવે છે.

વસ્તી ગણતરીના પક્ષમાં તર્ક 

ભારતમાં જાતિની વસ્તી ગણતરી અંગે ચાલી રહેલી ચર્ચા દેશમાં ચાલી રહેલા જટિલ સામાજિક-રાજકીય જટિલતાને દર્શાવે છે. જાતિ પ્રમાણે  વસ્તી વિષયક ડેટાની માંગ એવો તર્ક રજુ કરે છે કે તે ગરીબી દુર કરવા અંગેની નીતિઓ અને નિષ્પક્ષ અનામતને સરળ બનાવી શકે છે. જો કે આ પદ્ધતિ અપનાવવાથી સમાજમાં વિભાજન વધવાની શંકાઓ પણ છે.

આજના યુગમાં ડેટા એ નીતિઓના ઘડતર માટે અમૂલ્ય સંપત્તિ છે, ત્યારે વ્યાપક જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂરિયાતને અવગણી શકાય નહીં. આ ડેટા માહિતીના અભાવને દૂર કરી શકે છે, ભારતની વિવિધ વસ્તીનું સ્પષ્ટ ચિત્રણ કરી શકે છે અને સામાજિક ન્યાય અને વિકાસનમાં મદદ કરી શકે છે. જોકે નિર્ણય આખરે સરકાર પાસે છે, જાતિ વસ્તી ગણતરી પર ચર્ચાઓ ચાલુ રહેવાની શક્યતા છે. જે ન્યાયપૂર્ણ અને સમાજ વિકાસ બાબતે ભારતના પ્રયત્નો દર્શાવે છે. 

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીથી કયા વર્ગ ફાયદો અને કોને નુકસાન, જાણો તેની માંગ અને રાજકીય સમસ્યા 2 - image



Google NewsGoogle News