Get The App

'બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ', વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ

Updated: Apr 4th, 2025


Google News
Google News
'બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ', વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ 1 - image


Waqf Amendment Bill: લોકસભા બાદ રાજ્યસભામાં પણ વક્ફ સંશોધન બિલ પસાર થઈ ગયું છે. જોકે, કોંગ્રેસે આ બિલને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ખૂબ જ જલ્દી વક્ફ બિલની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું અને વક્ફ સંશોધન બિલ, 2024 ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. 

આ પણ વાંચોઃ 'જિસકી લાઠી...ઉસકી ભેંસ....' વિરોધ છતાં સંસદમાં વક્ફ બિલને મંજૂરી પર ભડક્યા ખડગે

બંધારણના તમામ હુમલાનો વિરોધ કરતા રહીશુઃ જયરામ રમેશ

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું કે, ‘અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને અમે ભારતના બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો, જોગવાઈઓ અને પ્રથાઓ પર મોદી સરકાર દ્વારા કરવામાં આવતા તમામ હુમલાઓનો વિરોધ કરતા રહીશું.’

નોંધનીય છે કે, રાજ્યસભામાં વક્ફ બિલ પરની ચર્ચામાં વિપક્ષી પક્ષોએ ભારે વાંધો ઉઠાવ્યો હતો અને આ બિલને ‘મુસ્લિમ વિરોધી’ પણ જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ 'ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને...', વક્ફ બિલ પાસ થઈ જતાં PM મોદીનું મોટું નિવેદન

કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ

લોકસભામાંથી વક્ફ સંશોધન બિલ પસાર થયા બાદ એમ.કે. સ્ટાલિન બિલનો વિરોધ કરવા કાળી પટ્ટી બાંધીને ગૃહમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન તેણે કહ્યું હતું કે, ભારતમાં મોટી સંખ્યામાં પાર્ટીઓનો વિરોધ છતાં સહયોગીના ઈશારે રાત્રે બે વાગ્યે સંશોધનને પસાર કરીને બંધારણની સંરચના પર હુમલો છે. આ સિવાય વક્ફ બિલને લઈને એમ.કે. સ્ટાલિને કોર્ટનો દરવાજો ખખડાવવાની જાહેરાત કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે અધ્યક્ષ એમ.કે સ્ટાલિને ગુરૂવારે કહ્યું હતું કે, અમારી પાર્ટી આ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે.

Tags :