Get The App

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 મુદ્દે કોંગ્રેસનો યુ-ટર્ન, I.N.D.I.A.નો સાથીદાર ભડકતાં રાજકારણ ગરમાયું

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
Congress U turn


Congress UTurn On Article 370: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માગ બાદ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ તારિક હામિદ કર્રએ યુટર્ન લીધો છે. તેમણે કહ્યું કે, વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આર્ટિકલ 370ને પાછી લાગુ કરવાની કોઈ માગ કરવામાં આવી નથી અને તેનો ઉલ્લેખ પણ થયો નથી. કોંગ્રેસના આ યુટર્નની સત્તાધારી નેશનલ કોન્ફરન્સે ટીકાઓ કરી છે.

નેશનલ કોન્ફરન્સના નેતા અને સાંસદ અગા રૂહુલ્લાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવને ખોટી રીતે રજૂ ન કરે. અગાએ જણાવ્યું કે, કોંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ કે, તેઓ આર્ટિકલ 370ને પાછો અમલમાં મૂકવા શું સ્ટેન્ડ લે છે.

આ પણ વાંચોઃ મેં તો વિચાર્યું પણ નહોતું કે હું...' ભગવાન પછી આ વ્યક્તિનો આભાર માન્યો તિલક વર્માએ

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું વલણ

જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસ પ્રમુખ તારિક હામિદ કર્રએ જણાવ્યું કે, આ સપ્તાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આર્ટિકલ 370ને પરત અમલમાં મૂકવાની માગ કરતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ કોંગ્રેસે યુટર્ન લેતાં કહ્યું કે, આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેઓએ હવે કેવળ પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો મેળવવાની માગ કરી છે.

વિધાનસભામાં પ્રસ્તાવ અને ભાજપની ટીકા

ગત સપ્તાહે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય ગેરેંટીઓને પાછી અમલમાં મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવનો ભાજપે વિરોધ કર્યો હતો. પરંતુ કોંગ્રેસના તમામ છ ધારાસભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું. કર્રએ જણાવ્યું કે, અમે પહેલાં જ કહી ચૂક્યા છીએ કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સૌથી મોટી માગ રાજ્યનો દરજ્જો આપવાની છે. ભાજપ આ મુદ્દાને તોડીમરોડી રજૂ કરી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 મુદ્દે કોંગ્રેસનો યુ-ટર્ન, I.N.D.I.A.નો સાથીદાર ભડકતાં રાજકારણ ગરમાયું 2 - image


Google NewsGoogle News