‘વધતી મોંઘવારી વચ્ચે શ્રમિકો, નોકરિયાતો, ખેડૂતોની આવક ઘટી’, ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
Congress And BJP


Congress Attacks BJP On Rising Inflation : આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પાર્ટીએ લોકોની વાસ્તવિક આવકમાં સતત ઘટાડાને લઈને કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. આ સિવાય સરકારી આંકડાઓને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર સવાલો પૂછ્યાં છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ વધતી મોંઘવારી અને મજૂર વર્ગ, શ્રમજીવી લોકો અને ખેડૂતોની ઘટતી આવક પર સવાલો ઉઠાવ્યાં છે. પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે, સવાલનો જવાબ હવે કેન્દ્ર સરકારે આપવો પડશે. જેથી કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં લોકો સુધી વાત પહોંચી કે મજૂરો, ખેડૂતો અને કરોડો શ્રમજીવી લોકોનું વાસ્તવિક વેતન શા માટે ઘટી રહ્યું છે.

આ પણ વાંચો : ઝારખંડમાં ભાજપ નેતાઓ સહિત 12000 લોકો સામે કેસ, મુખ્યમંત્રી સોરેન પર ભડક્યા બાબુલાલ મરાંડી

છેલ્લા 10 વર્ષની તુલનાએ શ્રમિકોની ખરીદી કરવાની ક્ષમતા ઘટી

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર નિશાનો લગાવતા કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષોથી લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોંઘવારી અને ઉપરથી ઓછી આવકના કારણે વાસ્તવિક આવકમાં ઘણો ઘટાડો થયો છે. એન્યુઅલ સર્વે ઓફ અનરજિસ્ટર્ડ ઈન્ડસ્ટ્રીઝ (ASUSE), રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના KLEMS ડેટા અને હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એક્સપેન્ડીચર સર્વે (HCES) એ દેશમાં દૈનિક વેતન સમુદાયમાં નાણાકીય તકલીફ તરફ ધ્યાન દોર્યું છે. આ સાથે કેન્દ્ર સરકારના વાસ્તવિક આંકડા અને ડેટા પરથી ખ્યાલ આવે છે કે, છેલ્લા 10 વર્ષની તુલનાએ શ્રમિકોની ખરીદી કરવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે.' બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, 'આ પ્રકારના બદલાતા સમયે હવે કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે.'

શ્રમિકોની વાસ્તવિક વેતનમાં 2019થી 2024 દરમિયાન ઘટાડો નોંધાયો

જયરામ રમેશે કહ્યું કે, 'કેન્દ્ર સરકારના શ્રમ બ્યૂરોના વેતનદર સૂચક આંકના આંકડા પ્રમાણે, શ્રમિકોની વાસ્તવિક વેતનમાં 2019થી 2024 દરમિયાન ઘટાડો નોંધાયો છે. આ પ્રકારે કૃષિ આંકડાકીય અહેવાલ મુજબ, દેશમાં ખેડૂતોના વાસ્તવિક વેતનમાં દર વર્ષે માઈનસ 1.3 ટકાનો ઘટાડો થયો છે.' પરંતુ કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, 'પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના કાર્યકાળમાં આવા ખેતમજૂરોનું વાસ્તવિક વેતન દર વર્ષે 6.8 ટકાના દરે વધી રહ્યું હતું. આવી સ્થિતિમાં દેશના કરોડો ખેતમજૂરોની ઘટતી આવક માટે ખરેખર જવાબદાર કોણ? આ વાત કેન્દ્ર સરકારને જણાવવી પડશે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી: MVAમાં બેઠકોની વહેંચણીમાં પેચ ફસાયો, કોંગ્રેસ-NCPએ સંજય રાઉતનો દાવો ફગાવ્યો

મોંઘવારીની સાથે આવકમાં પણ વધારો થવો જોઈએ

આ બે મુદ્દાઓ તેમજ સામયિક લેબર ફોર્સ સર્વે શ્રેણીના અહેવાલને ટાંકીને કોંગ્રેસે કહ્યું કે, 'તમામ પ્રકારના રોજગારમાં પગારદાર કામદારોની વાસ્તવિક કમાણી પણ અટકી ગઈ છે. જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે આવક પણ વધવી જોઈએ. પરંતુ સરકારી રિપોર્ટ અનુસાર, 2017 અને 2022ની વચ્ચે તમામ પ્રકારની રોજગારીમાં વાસ્તવિક કમાણી પગારદાર શ્રમિકો, અસંગઠિત ક્ષેત્રના કામદારો અને સ્વ-રોજગાર શ્રમિકો અટકી ગયા છે.'

ઈંટ ભઠ્ઠા શ્રમિકોના વાસ્તવિક વેતનમાં વધારો કેમ થયો નથી

લેબર રિસર્ચ એન્ડ એક્શન સેન્ટરના અહેવાલને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરીને પ્રશ્ન પૂછ્યો હતો કે, 'ઈંટ ભઠ્ઠા શ્રમિકોના વાસ્તવિક વેતનમાં વધારો કેમ થયો નથી. 2014 અને 2022ની વચ્ચે ઈંટ ભઠ્ઠા શ્રમિકો માટેનું વાસ્તવિક વેતન કાં તો અટકી જશે અથવા ઘટશે તેવો અંદાજ છે.' કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, 'દેશની અર્થવ્યવસ્થા ચલાવતા લોકોના આ વર્ગની આવક વધી નથી રહી, તેઓ પોતાના જીવનમાં સુધારાની આશા કેવી રીતે રાખી શકે.'

‘વધતી મોંઘવારી વચ્ચે શ્રમિકો, નોકરિયાતો, ખેડૂતોની આવક ઘટી’, ચૂંટણી પહેલા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર 2 - image


Google NewsGoogle News