Get The App

છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ 51 ચૂંટણી હારી, 12 પૂર્વ CM સહિત 50 કદાવર નેતાઓ પાર્ટી છોડી ગયા

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ 51 ચૂંટણી હારી, 12 પૂર્વ CM સહિત 50 કદાવર નેતાઓ પાર્ટી છોડી ગયા 1 - image


Congress losing leaders: દેશની સૌથી જૂની પાર્ટીમાંથી છુટકારો મેળવવાની દોડધામ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ છોડનારા નેતાઓની યાદી લાંબી છે. 10 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો 2014થી અત્યાર સુધીમાં 12 પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત 50થી વધુ મોટા નેતાઓ કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. આ તમામ નેતાઓના કોંગ્રેસ છોડવાનું કારણ પાર્ટીના નેતૃત્વ અને કાર્યશૈલીમાં રહેલી ખામીઓ હોવાનું કહેવાય છે. સૌથી જૂની પાર્ટીની તરફેણમાં ચૂંટણી લડનારા મોટા ભાગના નેતાઓ હવે ભાજપના વખાણ કરી રહ્યા છે. આ નેતાઓની પાર્ટી છોડવાની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. 10 વર્ષમાં પાર્ટી લોકસભા અને વિધાનસભા સહિત કુલ 51 ચૂંટણી હારી છે.

આ નેતાઓએ છોડી પાર્ટી 

મિલિંદ દેવરા, ગીતા કોડા, બાબા સિદ્દીકી, રાજેશ મિશ્રા, અંબરીશ ડેર, જગત બહાદુર અન્નુ, ચાંદમલ જૈન, બસવરાજ પાટીલ, નારણ રાઠવા, વિજેન્દર સિંહ, સંજય નિરુપમ અને ગૌરવ વલ્લભ જેવા નેતાઓએ હાલમાં જ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. 

12 પૂર્વ મુખ્યમંત્રીઓએ પણ પાર્ટીને કહ્યું અલવિદા

હિમંતા બિસ્વા સરમા, ચૌધરી બિરેન્દર સિંહ, રણજિત દેશમુખ, જી.કે.વાસન, જયંતિ નટરાજન, રીટા બહુગુણા જોશી, એન બિરેન સિંહ, શંકર સિંહ વાઘેલા, ટી. વડક્કન, જ્યોતિરાદિત્ય સિંધિયા, કે.પી. યાદવ, પ્રિયંકા ચતુર્વેદી, પીસી ચાકો, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, લલિતેશ ત્રિપાઠી, પંકજ મલિક, હરેન્દ્ર મલિક, ઈમરાન મસૂદ, અદિતિ સિંહ, સુપ્રિયા એરન, આરપીએન સિંહ, અશ્વિની કુમાર, રિપુન બોરા, હાર્દિક પટેલ, સુનીલ જાખડ, કપિલ સિબ્બલ, કુલદીપ બિશ્નોઈ, જયવીર શેરગિલ, અનિલ એન્ટોની, સીઆર કેસવાન.

12 ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ જેમણે 2014 થી કોંગ્રેસ છોડી છે

ભૂતપૂર્વ મુખ્યમંત્રીકોંગ્રેસ ક્યારે છોડી?કઈ પાર્ટીમાં ગયા?
અશોક ચવ્હાણ12 ફેબ્રુઆરી, 2024બીજેપી
કિરણ કુમાર રેડ્ડી12 માર્ચ, 2023બીજેપી
દિગંબર કામત14 સપ્ટેમ્બર, 2022બીજેપી
ગુલામ નબી આઝાદ26 ઓગસ્ટ, 2022પાર્ટી બનાવી
રવિ નાઈક07 ડિસેમ્બર, 2021બીજેપી
કેટન અમરિન્દર સિંહ02 નવેમ્બર, 2021બીજેપી
લુઇઝિન્હો ફાલેઇરો29 સપ્ટેમ્બર, 2021બીજેપી
એસએમ ક્રિષ્ના28 જાન્યુઆરી, 2017બીજેપી
એનડી તિવારી18 જાન્યુઆરી, 2017બીજેપી
પેમા ખાંડુ16 સપ્ટેમ્બર, 2016બીજેપી
અજીત જોગી02 જૂન, 2016પાર્ટી બનાવી
વિજય બહુગુણા31 જાન્યુઆરી, 2014બીજેપી


છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસ આ ચૂંટણીમાં હારી 

- લોકસભા ચૂંટણી: 2014, 2019

- હિમાચલ વિધાનસભા ચૂંટણી: 2017

- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી: 2013,2023

- ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી: 2017, 2022

- ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી: 2017, 2022

- રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: 2013, 2023

- ગુજરાત વિધાનસભા ચૂંટણી: 2017, 2022

- છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી: 2013, 2023

- બિહાર વિધાનસભા ચૂંટણી: 2015, 2020

- ઝારખંડ વિધાનસભા ચૂંટણી: 2014

- સિક્કિમ વિધાનસભા ચૂંટણી: 2014, 2019

- આસામ વિધાનસભા ચૂંટણી: 2016, 2021

- અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી: 2019

- નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી: 2013, 2018, 2023

- મણિપુર વિધાનસભા ચૂંટણી: 2022

- મિઝોરમ વિધાનસભા ચૂંટણી: 2018

- ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: 2013, 2018, 2023

- મેઘાલય વિધાનસભા ચૂંટણી: 2023

- બંગાળ વિધાનસભા ચૂંટણી: 2016, 2021

- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 2014, 2019

- ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી: 2014, 2019

- ગોવા વિધાનસભા ચૂંટણી: 2017, 2022

- કર્ણાટક વિધાનસભા ચૂંટણી: 2018

- તેલંગાણા વિધાનસભા ચૂંટણી: 2018

- આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી: 2014, 2019

- તમિલનાડુ વિધાનસભા ચૂંટણી: 2016, 2021

- કેરળ વિધાનસભા ચૂંટણી: 2016, 2021

- પંજાબ વિધાનસભા ચૂંટણી: 2022

- હરિયાણા વિધાનસભા ચૂંટણી: 2014, 2019

છેલ્લાં 10 વર્ષોમાં કોંગ્રેસ 51 ચૂંટણી હારી, 12 પૂર્વ CM સહિત 50 કદાવર નેતાઓ પાર્ટી છોડી ગયા 2 - image



Google NewsGoogle News