Get The App

લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કર્યા 585 કરોડ રૂપિયા, ફંડની અછત હોવાનો કર્યો હતો દાવો

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
લોકસભા-વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખર્ચ કર્યા 585 કરોડ રૂપિયા, ફંડની અછત હોવાનો કર્યો હતો દાવો 1 - image


Image: Facebook

Congress: 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ફંડની અછતનો દાવો કર્યો હતો. તેણે ચૂંટણી પંચને જણાવ્યું છે કે સંસદીય ચૂંટણી અને તેની સાથે થયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણી પર લગભગ 585 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. તેના લગભગ 70 ટકા રૂપિયા મીડિયા અભિયાનો અને જાહેરાતો પર ખર્ચ કરવામાં આવ્યા.

સામાન્ય ચૂંટણી અને આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમની વિધાનસભા ચૂંટણી માટે પોતાના ચૂંટણી ખર્ચ અહેવાલમાં કોંગ્રેસે કહ્યું કે તેણે જાહેરાત અને મીડિયામાં પ્રચાર અભિયાન પર 410 કરોડ રૂપિયા તથા સોશિયલ મીડિયા, એપ અને અન્ય માધ્યમોથી ડિજિટલ પ્રચાર અભિયાનો પર લગભગ 46 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરી પર 105 કરોડ રૂપિયા

પાર્ટીએ ચૂંટણી પંચને એ પણ જણાવ્યું કે તેણે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સ્ટાર પ્રચારકોની હવાઈ મુસાફરીઓ પર લગભગ 105 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, જેમાં પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધી સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય નેતા સામેલ છે.

કોંગ્રેસે રાહુલ ગાંધી અને અમુક અન્ય સહિત પોતાના પ્રમુખ લોકસભા ઉમેદવારોને ચૂંટણી લડવા માટે 11.20 કરોડ રૂપિયાની એકીકૃત રકમની ચૂકવણી પણ કરી. પાર્ટીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પોસ્ટર, બેનર, હોર્ડિંગ અને અન્ય પ્રચાર સામગ્રીની પ્રિન્ટિંગ પર કુલ 68.62 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. લોકસભા ચૂંટણીની જાહેરાતના સમયે કોંગ્રેસની પાસે વિભિન્ન જમા રકમ તરીકે કુલ 170 કરોડ રૂપિયા હતા. પાર્ટીને 13.76 કરોડ રૂપિયા રોકડ જમા સહિત વિભિન્ન રૂપોમાં કુલ રસીદોના રૂપમાં 539.37 કરોડ રૂપિયા મળ્યા.

એકાઉન્ટ પર લાગ્યો હતો પ્રતિબંધ

મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રૂપિયાની અછતનો ઉલ્લેખ કર્યો હતો કેમ કે ગત વર્ષોના ઇન્કમ ટેક્સ રિટર્નના વિવાદોને લઈને ઇન્કમ ટેક્સ વિભાગે પાર્ટીના અમુક બૅન્ક ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, મામલો કોર્ટમાં પહોંચ્યા બાદ ખાતા પરથી પ્રતિબંધ હટાવી દેવાયો. કોંગ્રેસે સામાન્ય ચૂંટણીમાં 543 લોકસભા બેઠકોમાંથી 99 બેઠકો જીતી અને મુખ્ય વિપક્ષી દળ તરીકે ઉભરી. ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પાછી ફરી.


Google NewsGoogle News