કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત કુલ 43 ઉમેદવારોના નામ જાહેર

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત કુલ 43 ઉમેદવારોના નામ જાહેર 1 - image


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે આજે (મંગળવાર) કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે. આ અગાઉ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેવાઈ હતી. જેમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવાર સહિત કુલ 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, પરંતુ તેમાં ગુજરાતમાંથી એકપણ ઉમેદવાર જાહેર કરાયા ન હતા. કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર થયા છે. જેમાં બે વર્તમાન ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય પણ સામેલ છે. ગુજરાત સિવાય તેમાં રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, દીવ-દમણ અને આસામના ઉમેદવાર પણ સામેલ છે. આમ, કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 82 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પહેલા ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં 15 ઉમેદવાર ગુજરાતના હતા. તો જાણો કોંગ્રેસની બીજી ઉમેદવારોની યાદી...

જાણો ગુજરાતમાં કોને ટિકિટ મળી ?

કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 7 નામ આ પ્રમાણે છે. 

  1. અમદાવાદ પૂર્વ- રોહન ગુપ્તા
  2. અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
  3. બનાસકાંઠા - ગેનીબેન ઠાકોર (વર્તમાન ધારાસભ્ય)
  4. વલસાડ- અનંત પટેલ (વર્તમાન ધારાસભ્ય)
  5. બારડોલી- સિદ્ધાર્થ ચૌધરી
  6. પોરબંદર- લલિત વસોયા (પૂર્વ ધારાસભ્ય)
  7. કચ્છ- નીતિશ લાલન

કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત કુલ 43 ઉમેદવારોના નામ જાહેર 2 - image

કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતના સાત સહિત કુલ 43 ઉમેદવારોના નામ જાહેર 3 - image

પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામ હતા 

અગાઉ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. જેમાં 15 ઉમેદવાર જનરલ છે. 24 ઉમેદવારો એસસી-એસટી અને ઓબીસી છે. આ ઉમેદવારોમાંથી 12 એવા છે, જેની વય 50થી વધુ છે. છત્તીસગઢના છ, કર્ણાટકના સાત, કેરળના 16, તેલંગણાના ચાર, મેઘાલયના બે, નાગાલેન્ડ-સિક્કિમ-ત્રિપુરા-લક્ષદ્વીપના એક-એક ઉમેદવારો જાહેર કર્યા હતા. આ યાદી જોવા માટે અહીં ક્લિક કરો...


Google NewsGoogle News