Get The App

'UCCની કોઈ જરૂર જ નથી...', લૉ કમિશનના રિપોર્ટ અંગે કોંગ્રેસનો મોટો દાવો, કેન્દ્ર સરકાર પર પ્રહાર

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
'UCCની કોઈ જરૂર જ નથી...', લૉ કમિશનના રિપોર્ટ અંગે કોંગ્રેસનો મોટો દાવો, કેન્દ્ર સરકાર પર પ્રહાર 1 - image
Image Twitter 

Uniform Civil Code: યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અને 23મા કાયદા પંચની રચનામાં થઈ રહેલા વિલંબને લઈને કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, વર્તમાન એનડીએ સરકાર એક પ્રતિષ્ઠિત સંસ્થા સાથે ખરાબ વર્તન કરી રહી છે. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા જેવા સંવેદનશીલ મુદ્દા પર પણ કાયદા પંચ પ્રત્યે સરકારનું વલણ ખૂબ જ ખરાબ છે. જયરામ રમેશે કહ્યું કે, 22મું કાયદા પંચ સમાન નાગરિક સંહિતા પર પોતાનો રિપોર્ટ પણ રજૂ કરી શક્યું હતું, પરંતુ 31 ફઓગસ્ટના રોજ તેને નાબૂદ કરી દેવામાં આવ્યું.

આ પણ વાંચો:  'રાવણને પ્રેમ કરે છે BJP, રાક્ષસી પ્રવૃત્તિના છે...' ઘરની બહાર પ્રદર્શનને લઈને ભાજપ પર બગડ્યા કેજરીવાલ

હાલમાં UCCની કોઈ જરૂર નથી

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે, કેબિનેટે યુસીસી સંબંધિત નિયમોને મંજૂરી આપી દીધી છે અને તે ટૂંક સમયમાં રાજ્યમાં લાગુ કરવામાં આવશે. એટલે કે, આ મહિનાના અંત સુધીમાં યુસીસી લાગુ થઈ શકે છે. મંગળવારે રમેશે કહ્યું કે, 21મા કાયદા પંચે મોદી સરકારને 182 પાનાનો રિપોર્ટ  સુપરત કર્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે, હાલમાં UCCની કોઈ જરૂર નથી.

સમાન નાગરિક સંહિતા જરૂરી નથી અને ઇચ્છનીય પણ નથી

જયરામ રમેશે 'X' પર પોસ્ટ કર્યું કે, 'મોદી સરકાર દ્વારા નિયુક્ત 21મા કાયદા પંચે 31 ઑગસ્ટ, 2018ના રોજ 182 પાનાના પરામર્શ પત્રમાં કહ્યું હતું કે, 'જ્યારે ભારતીય સંસ્કૃતિની વિવિધતાનો ઉત્સવ મનાવવામાં આવી શકે છે, તો તે અનિવાર્ય છે. ત્યારે આ પ્રક્રિયામાં ખાસ જૂથો અથવા સમાજના નબળા વર્ગોને વંચિત ન રહેવા જોઈએ. આવામાં  વિવાદના ઉકેલ માટે વિવિધતાને જોખમમાં ન મૂકવી જોઈએ. એટલે સમાન નાગરિક સંહિતા જરૂરી નથી અને ઇચ્છનીય પણ નથી.

આ પણ વાંચો: છત્તીસગઢમાં કમાન્ડર જયરામ સહિત 20 નક્સલ ઠાર, તેના માથે એક કરોડનું ઈનામ હતું

તેમણે વધુમાં કહ્યું કે, 14 જૂન, 2023ના રોજ જારી કરાયેલી એક પ્રેસ નોટમાં 22મા કાયદા પંચે સમાન નાગરિક સંહિતાની તપાસ કરવાના પોતાના ઇરાદાને ફરીથી સૂચિત કર્યો. તેમણે કહ્યું, '23મા કાયદા પંચની જાહેરાત 3 સપ્ટેમ્બર, 2024ના રોજ કરવામાં આવી હતી, પરંતુ તેની રચના હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. મોદી સરકાર કાયદા પંચ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે આટલું ખરાબ વર્તન કેમ કરી રહી છે?

ઉત્તરાખંડમાં ભાજપ સૌથી પહેલા UCC લાગુ કરનારું પહેલું રાજ્ય

જયરામ રમેશના આ નિવેદનને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડમાં આપેલા નિવેદનના પ્રતિભાવ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉત્તરાખંડમાં ભાજપ સૌથી પહેલા સમાન નાગરિક સંહિતા લાગુ કરનારું પહેલું રાજ્ય છે. આ પછી તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. પરંતુ આદિવાસીઓને આમાંથી બાકાત રાખવામાં આવશે. શિયાળુ સત્ર દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ મુસ્લિમ પર્સનલ લૉ લાવ્યા હતા.



Google NewsGoogle News