'રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ વાહિયાત પ્રયાસ ગણાય' કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે તાક્યું નિશાન

કોંગ્રેસ વતી જયરામ રમેશે કહ્યું કે સૈન્યનું રાજનીતિકરણ કરવાનો આ પ્રયાસ અત્યંત ખતરનાક પગલું છે

કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
'રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ વાહિયાત પ્રયાસ ગણાય' કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે તાક્યું નિશાન 1 - image

કેન્દ્રની મોદી સરકાર (Central Government) સામે નિશાન તાકતાં કોંગ્રેસે (Congress) કહ્યું કે પોતાના રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કેન્દ્રનો વાહિયાત પ્રયાસ છે. કોંગ્રેસે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી હતી. 

જયરામ રમેશે કહી આ વાત 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે. આ મામલે જ કોંગ્રેસે આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસના મહાસચિવ (કમ્યુનિકેશન) જયરામ રમેશે (Jairam Ramesh) કહ્યું કે ભારતીય સૈન્ય સમગ્ર દેશની સેના છે. અમને ગર્વ છે કે અમારી બહાદુર સેના ક્યારેય આંતરિક રાજકારણનો હિસ્સો નથી બની. ગત સાડા 9 વર્ષોમાં મોંઘવારી (Inflation), બેરોજગારી (UnEmployment) તથા અન્ય તમામ મોરચે નિષ્ફળતા સાંપડ્યા બાદ મોદી સરકાર હવે સૈન્યનો રાજકીય પ્રચાર કરવા માટે ઉપયોગ કરવા જઈ રહી છે. આ તેનો એક વાહિયાત પ્રયાસ છે. 

આ એક ઘાતક પગલું : કોંગ્રેસે 

કોંગ્રેસ વતી જયરામ રમેશે કહ્યું કે સૈન્યનું રાજનીતિકરણ કરવાનો આ પ્રયાસ અત્યંત ખતરનાક પગલું છે. અમે રાષ્ટ્રપતિને (Draupadi Murmu) અપીલ કરીએ છીએ કે તે આ મામલે હસ્તક્ષેપ કરે અને મોદી સરકારના આ ખોટાં પગલાને તાત્કાલિક ધોરણે પાછું ખેંચવા કહે. 

'રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ વાહિયાત પ્રયાસ ગણાય' કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે તાક્યું નિશાન 2 - image


Google NewsGoogle News