Get The App

દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના દિગ્ગજ નેતા પણ કરશે કેમ્પેનિંગ

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
Rahul Gandhi


Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે શનિવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે.

કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી

કોંગ્રેસે પોતાના પ્રચારકોની યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો ઉપરાંત તેમના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો સમાવેશ કર્યો છે, જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે. આ ઉપરાંત સંદીપ દીક્ષિત, દિલ્હી પીસીસી ચીફ દેવેન્દ્ર યાદવ અને સુપ્રિયા શ્રીનેતના નામ પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ છે.

દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના દિગ્ગજ નેતા પણ કરશે કેમ્પેનિંગ 2 - image

કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 77(1) હેઠળ અમે 5 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે.

આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ, ફ્રીમાં હવે લક્ઝરી ટ્રેનોમાં કરી શકશે મુસાફરી! જાણો LTCનો નવો નિયમ

કોંગ્રેસ લોકસભા ચૂંટમી AAP સાથે મળીને લડ્યું હતું, પરંતુ આ વખતે તે એકલા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસને અહીં તેના ઈન્ડિયા ગઠબંધનના ભાગીદારોનો ટેકો મળે તેવું જોવા નથી મળી રહ્યું. તેના મોટાભાગના ઘટક પક્ષો AAP ના સમર્થનમાં ઉભા હોય તેવું લાગી રહ્યું છે. અમુક પાર્ટીઓએ પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે.


Google NewsGoogle News