કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કઈ બેઠક પરથી કોને ટિકિટ મળી

મધ્યપ્રદેશની 144 સીટો માટે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર

છત્તીસગઢમાં 30 અને તેંલગાણામાં 55 સીટો માટે પ્રથમ યાદી જાહેર

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કઈ બેઠક પરથી કોને ટિકિટ મળી 1 - image
Image : IANS

Congress Candidate List 2023 : કોંગ્રેસે (Congress announced) નવરાત્રીના પહેલા દિવસે ત્રણ રાજ્યોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બરે મતદાન, છત્તીસગઢમાં 7 અને 17મી નવેમ્બરે બે તબક્કામાં મતદાન જ્યારે તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે.

MPમાં 144 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત

મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો છે જેના માટે આજે કોંગ્રેસે દ્વારા આજે 144 સીટો માટે ઉમેદવારોના પ્રથમ (list of candidates) યાદી જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત છત્તીસગઢમાં 30 સીટો માટે ઉમેદવારો જ્યારે તેલંગાણામાં પાર્ટીએ 55 સીટો માટે પ્રથમ યાદીના નામની જાહેરાત કરી છે. આ યાદી અનુસાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath) તેમની વર્તમાન સીટ છિંદવાડાથી ચૂંટણી લડશે. આ ઉપરાંત પાર્ટીએ વરિષ્ઠ નેતા ગોવિંદ સિંહને લહર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ગ્વાલિયર ગ્રામીણથી સાહેબ સિંહ ગુર્જરને અને ગ્વાલિયર પૂર્વથી સતીશ સિકરવારને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પાર્ટીએ તેના વરિષ્ઠ નેતા આરીફ મસૂદને દતિયાથી અવધેશ નાયક, શિવપુરીથી કેપી સિંહ, રાઘોગઢથી જયવર્ધન સિંહ, સતનાથી સિદ્ધાર્થ કુશવાહ, સિવનીથી આનંદ પંજવાની, બેતુલથી નિલય ડાગા, હરદા અને ભોપાલ સેન્ટ્રલથી રામ કિશોર ડોંગેને ટિકિટ આપી છે.

છત્તીસગઢમાં સીએમ બઘેલ પાટણ બેઠક પરથી ચૂંટણી લડશે

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) અને ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ (Deputy CM TS Singhdev)ના નામ પણ ઉમેદવારોની પ્રથમ યાદીમાં છે. ભૂપેશ બઘેલ પાટણ બેઠક પરથી અને સિંહદેવ અંબિકાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. પાર્ટીના કોરબાથી જયસિંહ અગ્રવાલ, કવર્ધાથી મોહમ્મદ અકબર, ખૈરાગઢથી યશોદા વર્મા, કાંકેરથી શંકર ધ્રુવ, નારાયણપુર સીટથી ચંદન કશ્યપ, દંતેવાડાથી છબિન્દ્ર મહેન્દ્ર કર્મા અને બસ્તરથી લાખેશ્વર બઘેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

તેલંગાણામાં 55 બેઠકો માટે ઉમેદવારો નક્કી થયા

કોંગ્રેસે દક્ષિણના રાજ્ય તેલંગાણામાં પણ 55 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડીને કોંડાગલ સીટ પરથી પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મોગલી સુનીતાને ગોશામહલ સીટથી, બોયા નાગેશને ચંદ્રયાંગુટ્ટા સીટથી, શેખ અકબરને મલકપેટ સીટથી અને મોહમ્મદ ફિરોઝ ખાનને નામપલ્લી સીટથી ટિકિટ આપવામાં આવી છે.

કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાશે?

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા સીટો માટે 17 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત છત્તીસગઢની 90 બેઠકો માટે 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે જ્યારે તેલંગાણાની તમામ 119 બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે. તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો એક જ દિવસે 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસે ત્રણ રાજ્યોના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો કઈ બેઠક પરથી કોને ટિકિટ મળી 2 - image


Google NewsGoogle News