દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી, 21 ઉમેદવારોના નામનું એલાન
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CIC)એ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે દિલ્હી ચૂંટણી માટે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવ બદલીથી, રાગિણી નાયક વજીરપુરથી, સંદીપ દીક્ષિત નવી દિલ્હીથી, અભિષેક દત્ત કસ્તુરબા નગરથી ચૂંટણી લડશે.