દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર, પૂર્વ કેન્દ્રીય મંત્રીને પણ આપી ટિકિટ
Delhi Elections: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીએ અરીબા ખાનને ઓખલા વિધાનસભા બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, પૂર્વ કેન્દ્રીય મંત્રી કૃષ્ણા તીરથને પટેલ નગરથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ ગોકલપુરથી પોતાના ઉમેદવાર બદલ્યા છે.
અત્યાર સુધીમાં કોંગ્રેસે 63 ઉમેદવારોની જાહેરાત કરી છે. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા AAPના ભૂતપૂર્વ ધારાસભ્ય ધરમ પાલ લાકડાને મુંડકાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કોંગ્રેસની ત્રીજી યાદીમાં 16 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ ગોકલપુર-એસસી બેઠકથી પ્રમોદ કુમાર જયંતની જગ્યાએ હવે ઈશ્વર બાગડીને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે, ઘોંડા બેઠકથી વરિષ્ઠ નેતા ભીષ્ણ શર્મા પર ભરોસો અપાવ્યો છે. આ પહેલા કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં 26 નામોનું એલાન કર્યું હતું.