હિન્દુત્વ અંગે કરેલી પોસ્ટ બાદ રાહુલ ગાંધી પર ભાજપ નેતાનું વિવાદિત નિવેદન, ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વિટર પર સત્યમ, શિવમ, સુંદરમ લખી નીચે તસવીર પોસ્ટ કરી હતી

રાહુલની પોસ્ટ અંગે ભાજપ નેતાએ કહ્યું, ‘ન તો તમારી માતા અને ન તમારા પિતાજી તરફથી તમારો ધર્મ હિન્દૂ છે’

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News
હિન્દુત્વ અંગે કરેલી પોસ્ટ બાદ રાહુલ ગાંધી પર ભાજપ નેતાનું વિવાદિત નિવેદન, ઉઠાવ્યા સવાલ 1 - image

સિરસા, તા.01 ઓક્ટોબર-2023, રવિવાર

Manjinder Singh Sirsa On Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi)એ આજે ટ્વિટર પર સત્યમ, શિવમ, સુંદરમ લખી નીચે  તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે હિન્દુત્વનો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે, "સત્યમ શિવમ સુંદરમ...એક હિંદુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં તમામ વાતાવરણને કરુણા અને ગૌરવ સાથે સ્વીકારે છે, કારણ કે તે જાણે છે કે જીવનના આ મહાસાગરમાં આપણે બધા ડૂબી રહ્યા છીએ. નિર્બળના કર્તવ્ય રક્ષણ જ હિંદુ ધર્મ છે. હવે આ પોસ્ટ અંગે ભાજપ નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

ભાજપ નેતાએ વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો

ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસા (BJP Leader Manjinder Singh Sirsa)એ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે, ‘ન તો તમારી માતા અને ન તમારા પિતાજી તરફથી તમારો ધર્મ હિન્દૂ છે. રાહુલ ગાંધીને અચાનક હિન્દુ ધર્મની યાદ આવી ગઈ... જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે છે, ત્યારે રાહુલ ગાંધી નવો ડ્રામા અને નિવેદનબાજી કરવા લાગે છે... એ આશાએ કે, કદાચ કોઈ કામ બની જાય...’

55 વર્ષ સુધી યાદ કેમ ન આવ્યું હિન્દુત્વ

મનજિંદર સિંહ સિરસાએ રાહુલને પૂછ્યું કે, રાહુલ ગાંધીને 55 વર્ષ બાદ સત્યમ, શિવમ, સુંદરની યાદ કેમ આવી રહી છે. તેમણે કહ્યું કે, તમારી સરકાર 10 વર્ષ સુધી રહી, જેમાં તમે બધુ જ હતા... તમને પહેલા તો યાદ ન આવી... સત્તા છિનવી લેવા લોકોના ભાગલા પાડવાનું કામ કરે છે...

મનજિંદર સિંહે PM મોદીની કરી પ્રશંસા

PM મોદીની પ્રશંસા કરતા મનજિંદર સિંહે કહ્યું કે, એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) છે, જે સૌને સાથે લઈને ચાલવાની વાત કરે છે અને બીજીતરફ ખૂનની હોળી રમનારા લોકો ભાઈચારાની વાતો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ હિન્દૂ અંગે સોશિયલ મીડિયા પોસ્ટ કરી

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે સત્યમ, શિવમ, સુંદરમ એવું હેડિંગ લખી નીચે તસવીર પોસ્ટ કરી હતી, જે તસવીરોમાં વારંવાર તેમણે હિંદુનો ઉલેખ્ખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું છે કે, "સત્યમ શિવમ સુંદરમ...એક હિંદુ ઉદારતાથી તેના અસ્તિત્વમાં તમામ વાતાવરણને કરુણા અને ગૌરવ સાથે સ્વીકારે છે, કારણ કે તે જાણે છે કે જીવનના આ મહાસાગરમાં આપણે બધા ડૂબી રહ્યા છીએ. નિર્બળના કર્તવ્ય રક્ષણ જ હિંદુ ધર્મ છે. રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલી તસવીરમાં લખ્યું હતું કે, એક હિંદુમાં પોતાના ડરને ઊંડાણપૂર્વક જોવાની અને તેને સ્વીકારવાની હિંમત હોય છે. જીવનની સફરમાં તે ડરના દુશ્મનને મિત્રમાં પરિવર્તિત કરવાનું શીખે છે. તે ક્યારેય વર્ચસ્વ જમાવી શકતો નથી, પરંતુ તેના બદલે એક ગાઢ મિત્ર બનીને તેને આગળનો રસ્તો બતાવે છે.હિંદુનો આત્મા એટલો નબળો નથી હોતો કે તે તેના ડરના નિયંત્રણમાં આવે અને કોઈપણ પ્રકારના ક્રોધ, દ્વેષ અથવા દ્વેષનું માધ્યમ બની જાય.


Google NewsGoogle News