‘ભગવાને તેમને પાઠ ભણાવ્યો...’ રાહુલ ગાંધીએ અદાણી-અંબાણીનું નામ લઈ PM મોદી પર સાધ્યું નિશાન

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi And PM Modi


Haryana Assembly Election 2024 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પ્રચારનું અભિયાની શરૂ કરતાની સાથે જ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીનું નામ લઈને ભાજપ અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે હિસાર જિલ્લાના બરવાલા સ્થિત ચૂંટણી સભા સંબોધી વડાપ્રધાન પર નિશાન સાધી કહ્યું કે, ‘ભગવાને તેમને લોકસભા ચૂંટણીમાં પાઠ ભણાવ્યો છે અને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવારને હરાવી દીધા છે.’

વડાપ્રધાન ખૂબ જ ગભરાયેલા જોવા મળી રહ્યા છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, ‘શું તમે આ દિવસોમાં વડાપ્રધાન મોદી (PM Narendra Modi)નો ચહેરો જોયો છે? પહેલા તે દાવો કરતા હતા કે તેમની 56 ઇંચની છાતી છે અને હવે તે કહે છે કે તેમનો ભગવાન સાથે સીધો સંબંધ છે. આજકાલ તેઓ ખૂબ જ ગભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમણે દેશવાસીઓને કહ્યું હતું કે, તેઓ જૈવિક છે, જોકે તેઓ જૈવિક નહીં પરંતુ બિનજૈવિક છે અને તેઓ ભગવાન સાથે સીધી વાત કરશે.’

આ પણ વાંચો : PM મોદી શક્તિશાળી નેતા, પણ ભગવાન નથી: દિલ્હી વિધાનસભામાં કેજરીવાલનું સંબોધન

‘ભગવાને લોકસભા ચૂંટણીમાં તેમને પાઠ ભણાવ્યો’

તેમણે કહ્યું કે, ‘અયોધ્યામાં ભાજપ કેમ હારી ગયું, કારણ કે ત્યાં ગૌતમ અંબાણી (Gautam Adani), મુકેશ અદાણી (Mukesh, Ambani) અને બોલિવૂડ સ્ટાર્સ દેખાતા હતા પણ શું તમે ત્યાં કોઈ ગરીબ લોકોને અને ખેડૂતોને જોયા? આથી તેઓ અવધેશ પ્રસાદ સામે હારી ગયા છે. ભગવાને લોકસભા ચૂંટણીમાં તેમને પાઠ ભણાવ્યો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ઉમેદવાર અવધેશ પ્રસાદે (Awadhesh Prasad) ભાજપને હરાવી દીધો છે.’

‘સ્ટોરેજ ટર્મિનલથી લઈને કોલ્ડ ચેન સુધી બધુ જ અદાણી-અંબાણીનું’

ખેડૂતોને એમએસપી આપવાની વાતનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હરિયાણામાં ખેડૂતો પાસેથી તેમનો હક છીનવી લેવાયો છે. ખેડૂતો મહેતન કરે છે, દેશને અનાજ આપે છે, તેમ છતાં તેમને પાકની યોગ્ય કિંમત મળતી નથી. સ્ટોરેજ ટર્મિનલથી લઈને કોલ્ડ ચેન સુધી બધુ જ અદાણી અને અંબાણીનું છે. આવી સ્થિતિમાં કાં તો પૈસા તમારા ખિસ્સામાં જશે અથવા અદાણી-અંબાણીઓના ખિસ્સામાં જશે. તેથી, અમે નિર્ણય કર્યો છે કે સરકાર આવ્યા પછી, તમને MSP આપવામાં આવશે.’

આ પણ વાંચો : કોંગ્રેસના આ મંત્રીએ આપ્યો યોગી આદિત્યનાથ જેવો આદેશ, હાઇકમાન્ડે દિલ્હી બોલાવી લગાવી ફટકાર


Google NewsGoogle News