'હું આ બિલના સમર્થનમાં, પરંતુ OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ', લોકસભામાં રાહુલ ગાંધીનું નિવેદન

રાહુલ ગાંધીની સ્પીચ દરમિયાન સંસદમાં જોરદાર હોબાળો થયો

નવી સંસદમાં બોલવાની ખુશી છે : રાહુલ ગાંધી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
'હું આ બિલના સમર્થનમાં, પરંતુ OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ', લોકસભામાં રાહુલ ગાંધીનું નિવેદન 1 - image

મહિલા અનામત બિલ પર રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. નવા સંસદ ભવનના વખાણ કરતા તેમણે કહ્યું કે, નવી સંસદમાં બોલવાની ખુશી છે. પરંતુ આ નવા સદનમાં રાષ્ટ્રપતિને જોવા માંગું છું. આ પ્રક્રિયા માટે રાષ્ટ્રપતિનું હોવું જરૂરી હતું, તેને બોલાવવા જોઈતા હતા. 

હું આ બિલના સમર્થનમાંઃ રાહુલ ગાંધી

બિલ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, હું આ બિલના સમર્થનમાં છું. મહિલાઓને સત્તા હસ્તાંતરણમાં ખુબ મોટું પગલું હતું પંચાયતી રાજ, આ એક વધુ મોટું પગલું છે. આ બિલ આજથી જ લાગૂ થવું જોઈએ. બિલ માટે વસ્તીગણતરી અને પરિસિમનની રાહ શા માટે ?

90 સચિવોમાંથી માત્ર 3 OBCથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ OBC અંગે વાત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકારના સંસ્થાનોમાં OBC અનામતની જોગવાઈ હોવી જોઈએ. આપણી સંસ્થાઓમાં OBCની ભાગીદારી કેટલી? કેન્દ્ર સરકારમાં 90 સચિવોમાંથી માત્ર 3 જ OBCથી છે. રાહુલ ગાંધીએ જાતિગત વસ્તી ગણતરી અંગે કહ્યું કે, ડરો નહીં, અમે જાતિગત વસ્તીગણતરીની માંગ કરી રહ્યા છીએ.

લોકસભામાં હોબાળો

રાહુલ ગાંધીની સ્પીચ દરમિયાન સંસદમાં જોરદાર હોબાળો થયો. રાહુલ ગાંધીએ 'ડરો નહીં' શબ્દનો પ્રયોગ કર્યો, જેના પર સત્તા પક્ષના સાંસદોએ વિરોધ વ્યક્ત કર્યો.

બિલ પાસ થવું જોઈએઃ અધીર રંજન ચૌધરી

મહિલા અનામત બિલ પર લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, બિલ પાર થવું જોઈએ. બિલનું સમર્થન કરવાની સાથોસાથ સૂચન આપવું અમારું કર્તવ્ય છે. અમે સરકારને સૂચન આપવા માંગીએ છીએ. સંસદમાં કોઈએ પણ આ બિલનો વિરોધ નથી કર્યો.


Google NewsGoogle News