વાયનાડથી પ્રિયંકા ગાંધી લડશે લોકસભાની પેટાચૂંટણી, કોંગ્રેસે કરી સત્તાવાર જાહેરાત
Priyanka Gandhi as Candidate from Wayanad Loksabha : પ્રિયંકા ગાંધી હવે વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટાચૂંટણી લડશે. કોંગ્રેસ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સાથે હવે પ્રિયંકા ગાંધીની ચૂંટણી કારકિર્દી શરૂ થઈ ગઈ છે. જોકે પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં ઘણા સમય પહેલા પ્રવેશ કર્યો હતો, પરંતુ તેઓ માત્ર પાર્ટી સાથે જોડાયેલા હતા અને કોઈપણ ગૃહના સભ્ય ન હતા.
કોંગ્રેસે પેટાચૂંટણી માટે 3 ઉમેદવારોનું કર્યું એલાન
કોંગ્રેસે કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીની સત્તાવાર જાહેરાત કરી છે. કોંગ્રેસે આ એલાન ચૂંટણી પંચના વાયનાડ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત બાદ કરાયું છે. પાર્ટીએ વાયડના સિવાય કેરળની બે વિધાનસભા બેઠકો પર થનારી પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોનું એલાન કર્યું છે. જેમાં પાલાક્કડ વિધાનસભા બેઠક પરથી રાહુલ મામકુતથિલ અને ચેલક્કારા બેઠક પરથી રામ્યા હરિદાસના નામ પર મહોર લગાવી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાને આ બેઠકથી ઉતારવા માટે પણ ખુબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ બેઠક તેમના ભાઈ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાંસદ રહી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2024માં તેમણે વાયનાડ અને રાયબરેલી બે બેઠક પરથી ચૂંટણી લડી હતી અને બંને પર જીત મેળવી હતી. જોકે, નિયમ અનુસાર, તેમને બાદમાં એક બેઠક છોડવી પડી હતી. તેવામાં તેમણે વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય લીધો અને રાયબરેલી બેઠકથી સાંસદ બનેલા રહ્યા.
ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક હતી. ત્યાં આ લોકસભા ચૂંટણીમાં તેમણે દાવ અજમાવ્યો અને તેનો દાવ સફળ પણ રહ્યો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે અમેઠી અને વાયનાડ બંને બેઠકોથી ચૂંટણી લડી હતી પરંતુ અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ તેમને હરાવ્યા હતા, જ્યારે વાયનાડની જનતાએ તેમને આશીર્વાદ આપતા સંસદ મોકલ્યા હતા.
વર્ષ 2024ની ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠકથી ચૂંટણી લડ્યા અને બંને પરથી જીત્યા હતા. બાદમાં તેમણે વિચારવિમર્શ કરીને વાયનાડથી રાજીનામું આપી દીધું. ત્યારબાદા વાયનાડ લોકસભા બેઠક પર પેટાચૂંટણીની સ્થિતિ બની ગઈ હતી.
કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના નામની જાહેરાત ત્યારે કરી છે, જ્યારે આજે જ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને પેટાચૂંટણીનું એલાન કર્યું હતું. ચૂંટણી પંચે જણાવ્યું કે, વાયનાડ લોકસભા બેઠક માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી થશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.