ભાજપ સાંસદોએ જ અમને સંસદમાં જતાં રોક્યા, ધક્કામુક્કી મુદ્દે રાહુલ ગાંધી અને ખડગેના આરોપ
Parliament Ruckus: સંસદમાં ધક્કામુક્કીના કેસમાં કોંગ્રેસે આજે(19 ડિસેમ્બર, 2024)ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાજર રહ્યા. કોંગ્રેસે અધ્યક્ષ ખડગેએ કહ્યું કે, 'અમે અનેક મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. મુદ્દાઓને જનતા સુધી પહોંચાડવા માટે તમામ સાંસદ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અમિત શાહે જે કહ્યું તેના માટે માફીની માગ કરી રહ્યા હતા.'
ભાજપ સાંસદોએ મને ધક્કો માર્યો: ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'અમે લોકો ચાલીને આવી રહ્યા હતા. અમને રોકવા માટે તેઓ મકર દ્વાર પર આવી ગયા અને મહિલા સાંસદોને પણ રોક્યા. અમારા પર હુમલા કરી દેવાયા. મને ધક્કો માર્યો અને હું બેલેન્સ ન સંભાળી શક્યો અને પડી ગયો. તેમ છતાં અમારા પર આરોપ લગાવી રહ્યા છે કે અમે ધક્કો માર્યો. ભાજપવાળાએ જે માહોલ બનાવ્યો છે, અમે તેને સહન નહીં કરીએ. તેની ભૂલના કારણે મૂવમેન્ટ ચાલી રહી છે.' ખડગેએ મીડિયાને અપીલ કરતા^ કહ્યું કે, 'મારું નિવેદન છે કે જે ઘટના બની છે, તેને જ બતાવવામાં આવે.'
આ પણ વાંચો: સંસદમાં કોણે કોને ધક્કો માર્યો? ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ નોંધાવી FIR
આંબેડકરના અપમાન પર રાજીનામું આપે અમિત શાહ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, 'મુદ્દાની શruઆત અદાણીના મામલાથી થઈ. ભાજપ ઇચ્છતી હતી કે તેના પર કોઈ ચર્ચા ન થાય. ભાજપની જે માનસિકતા છે તેને તમામની સામે બતાવી દીધી. આજે અમે સંસદ જઈ રહ્યા હતા. ભાજપના સાંસદ દંડા લઈને ઊભા હતા અને અમને અંદર જવા દેવામાં નહોતા આવી રહ્યા. તેમણે આંબેડકરજીનું જે અપમાન કર્યું છે તેને લઈને અમિત શાહે માફી માગવી જોઈએ. મુખ્ય મુદ્દો અદાણીનો છે જેની ચર્ચા આ લોકો નથી ઇચ્છતા.'