'કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે...' કેન્દ્ર પર વરસ્યાં રાહુલ ગાંધી

'મોદી સરકારે દેશની બંધારણીય-ન્યાયિક સંસ્થાનો પર કબજો કર્યો...' કોંગ્રેસ નેતાઓએ તાક્યું નિશાન

ચૂંટણી બોન્ડનો મામલો પણ અતિ ગંભીર : સોનિયા ગાંધી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
'કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે...' કેન્દ્ર પર વરસ્યાં રાહુલ ગાંધી 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલાં બેન્ક ખાતાઓ ફ્રીઝ થઈ જવા મામલે કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ તથા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારોને સંબોધતાં ખડગેએ કહ્યું કે કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા. સત્તાધારી પક્ષ એટલા માટે આ કાર્યવાહી કરી રહ્યું છે કે જેથી કરીને કોંગ્રેસ આ ચૂંટણી જ ના લડી શકે. અમારે લોકતંત્ર બચાવવો છે અને બધાને સમાન તક મળવી જોઇએ. મોદી સરકારે દેશના સંસાધનો, મીડિયા અને બંધારણીય તથા ન્યાયિક સંસ્થાનો પર કબજો કરી લીધો છે. આ મામલે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે મોદી સરકારે ફક્ત કોંગ્રેસના જ બેન્ક ખાતા સીઝ નથી કર્યા પરંતુ આ ભારતની લોકશાહીને સીઝ કરવા જેવું છે. દેશની સૌથી મોટી પાર્ટીને પંગુ બનાવી દેવાનો પ્રયાસ છે. 

કોંગ્રેસ અધ્યક્ષ શું બોલ્યાં...

મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ચૂકી છે. ભારત તેના લોકશાહી મૂલ્યો માટે જ જાણીતું છે. દરેક નાગરિક વોટ આપવા માટે ઉત્સુક રહે છે. અત્યાર સુધી ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાતી હતી. આજે દરેક રાજકીય પાર્ટીને સમાન રીતે તક મળવી જોઈએ.

સોનિયા ગાંધીએ પણ કહી આ વાત 

આ મામલાને સોનિયા ગાંધીએ અતિ ગંભીર મામલો ગણાવતાં ચૂંટણી બોન્ડનો ઉલ્લેખ કરી ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે નિશાન તાક્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે ચૂંટણી બોન્ડનો મામલો પણ અતિ ગંભીર છે. કોંગ્રેસને આર્થિક રીતે કમજોર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. 

અજય માકને કહ્યું કે 210 કરોડની પેનલ્ટી લગાવી 

અજય માકને પણ કોંગ્રેસ વતી કહ્યું કે અમે અમારા પૈસા વાપરી શકી રહ્યા નથી. અમારા ખાતા ફ્રીઝ કરી દેવાયા છે. કોંગ્રેસને પંગુ બનાવી દેવા માટે આવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આઇટીએ ડરાવી ધમકાવીને અમારાથી પૈસા વસૂલ્યાં છે. બેન્ક મેનેજરને ડરાવીને તેઓએ પૈસા કાપી લીધા. 210 કરોડની તો પેનલ્ટી લગાવી દીધી છે. સત્તાધારી પક્ષ ખતરનાક રમત રમી રહ્યો છે.

રાહુલ ગાંધી પણ વરસ્યાં 

રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના 285 કરોડ રૂપિયા એકાઉન્ટમાં ફસાઈ ગયા છે. અમારા કાર્યકરો પણ તેનો લાભ લઈ શકી રહ્યા નથી. કોંગ્રેસને ખતમ કરવાનો આ પ્રયાસ છે. અમે સારી રીતે પ્રચાર જ નથી કરી શકી રહ્યા. આ સીધી રીતે ભારતની લોકશાહી પણ હુમલો છે. ચૂંટણીપંચે પણ આ મામલે કોઈ દખલ નથી કરી. કોર્ટ પણ કંઈ કહેતું નથી. મીડિયા પણ કંઈ કહેતું નથી. ચૂંટણીપંચના મોઢે પણ તાળા વાગી ગયા છે. અમે જાહેરાતો નથી કરી શકી રહ્યા. અમારી આર્થિક ઓળખ મિટાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. એક મહિના અગાઉ કોંગ્રેસના તમામ બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા. તમે વિચારો કે કોઈના બેન્ક ખાતા ફ્રીઝ કરશો તો શું થાય છે? એ પછી ભલે ગમે તે હોય બિઝનેસમેન, સામાન્ય નાગરિક, સંગઠન, સમાજની દરેક વ્યક્તિ એ આર્થિક રીતે તૂટી જશે. 14 લાખ રૂપિયાની વસૂલીના મામલા માટે 200 કરોડથી વધુનો દંડ ફટકારી દીધો છે. આઈટી એક્ટ કહે છે કે વધુમાં વધુ 10000 નો દંડ થવો જોઈએ તો પછી આવું કેમ? 

'કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે...' કેન્દ્ર પર વરસ્યાં રાહુલ ગાંધી 2 - image


Google NewsGoogle News