ચુપ થઈ જાઓ, બહાર નીકળો..' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ગુમાવ્યો પિત્તો, જાણો જાહેર સભામાં કેમ બગડ્યાં
ભાજપે કોંગ્રેસના અધ્યક્ષ ખડગેનો નારાજગીનો વીડિયો પણ શેર કર્યો
Mallikarjun Kharge Video : મોટા ભાગે શાંત દેખાતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈકાલે એક જાહેર સભામાં પિત્તો ગુમાવ્યો હતો. એવી જાણકારી મળી રહી છે કે એક કાર્યક્રમમાં ભીડનું વર્તન હતું અને અવાજને કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. તેઓ તે પિરિસ્થતીમાં એટલા ગુસ્સે થયા કે તેમણે અવાજ કરી રહેલા લોકોને ‘ગેટ આઉટ’ કહ્યું હતું. જેને એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને લઇ ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
This is not unusual. Kharge ji, despite being the Congress President, is humiliated in all his public meetings. He helplessly screams and shouts at his workers, who don’t give him the requisite respect.
— Amit Malviya (@amitmalviya) November 26, 2023
The Gandhis have reduced him to a rubber stamp President. His photos had… pic.twitter.com/7YltgerCMG
ખડગે જાહેર સભામાં લોકો પર ભડક્યા
આ ઘટના તેલંગાણાના કાલવર્થીમાં બની હોવાનું સામે આવ્યું છે. અહીં કોંગ્રેસ અધ્યક્ષ મંચ પરથી બોલી રહ્યા હતા. દરમિયાન, ભીડ દ્વારા મોટેથી અવાજ આવી રહ્યો હતો. જેના પર ખડગે ભડક્યા હતા. તેમણે કહ્યું, ‘સાંભળવું હોય તો સાંભળો, નહીંતર બહાર નીકળી જાઓ. નકામો અવાજ નહિ કરો. શું તમે નથી જાણતા કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના એક નેતા બોલી રહ્યા છે? અને તમે તમારા મનમાં જે આવે તે બોલી રહ્યા છો. સાંભળવું હોય તો સાંભળો, નહીં તો બહાર નીકળી જાઓ. તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. જેને લઇને ત્યાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.
ભાજપે તાક્યું નિશાન
ભાજપે કોંગ્રેસના અધ્યક્ષ ખડગેનો નારાજગીનો વીડિયો પણ શેર કર્યો અને પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતો. પાર્ટીના સોશિયલ મીડિયા હેડ અમિત માલવિયાએ લખ્યું, ‘આ અસામાન્ય નથી. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ખડગે જીનું જાહેર સભાઓમાં અપમાન થાય છે. તે લાચારીથી તેના કાર્યકરો પર બૂમો પાડે છે, તેમનનું અપમાન કરે છે. તેમણે આગળ લખ્યું, ગાંધી પરિવારે તેમનું કદ ઘટાડીને રબર સ્ટેમ્પ બનાવી દીધું છે. રાજસ્થાન ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમના ફોટા ક્યાં તો ગાયબ થઈ ગયા હતા અથવા સ્ટેમ્પના કદમાં ઘટાડી દેવામાં આવ્યા હતા. જ્યારે, રાહુલ ગાંધી અને ગેહલોતની તસવીરો વિપુલ પ્રમાણમાં પોસ્ટ કરવામાં આવી હતી. શું કોંગ્રેસ ખડગેનું અપમાન કરી રહી છે કારણ કે તેઓ દલિત છે?