Get The App

'તારો બાપ મારી સાથે ફરતો હતો, ચૂપચાપ બેસી જા', સંસદમાં કોના પર ભડક્યા ખડગે?

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
'તારો બાપ મારી સાથે ફરતો હતો, ચૂપચાપ બેસી જા', સંસદમાં કોના પર ભડક્યા ખડગે? 1 - image


Mallikarjun Kharge Angry On BJP MP: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપના સાંસદ નીરજ શેખર પર ગુસ્સે થયા હતા. ભાષણની શરૂઆતમાં મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'જ્યારે ભાજપની સરકાર બની ત્યારે સબકા સાથ સબકા વિકાસનો નારો આપ્યો હતો. ત્યારબાદ તેમાં વધુ ચાર શબ્દો ઉમેરવામાં આવ્યા. આ પછી સૂત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ બન્યું.'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, 'દેશમાં બેરોજગારી વધી રહી છે. વર્ષ 2013માં જ્યારે મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ કહેતા હતા કે રૂપિયો હોસ્પિટલમાં છે, પરંતુ તે સમયે ડોલર સામે રૂપિયો લગભગ 60 રૂપિયા જેટલો હતો.' આ દરમિયાન ભાજપના સાંસદ નીરજ શેખરે કંઈક કહેવાનું શરૂ કર્યું હતું, તેના પર ખડગે ગુસ્સે થયા અને કહ્યું કે, 'હું પણ તારા પિતાનો સાથી હતો...તારો બાપ મારી સાથે ફરતો હતો, ચૂપચાપ બેસી જાઓ.'

ગૃહમાં ભારે હોબાળો મચી ગયો

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનું તે નિવેદન સાંભળીને નીરજ શેખર પણ ગુસ્સે થઈ ગયા હતા અને ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ મામલો શાંત પાડ્યો હતો. ત્યારેબાદ ખડગેએ જણાવ્યું હતું કે, 'મનમોહન સિંહના સમયમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.8 હતો. ભાજપના કાર્યકાળ દરમિયાન, આ આંકડો ઘટીને 5.4 થયો છે.'

આ પણ વાંચો: 'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ્યું, PMએ પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યા...' : સંસદમાં રાહુલ ગાંધી


રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વચ્ચે એક મુદ્દા પર ઉગ્ર ચર્ચા જોવા મળી. ખડગેએ ગૃહમાં 1000 મૃત્યુનો આંકડો રજૂ કર્યો, જેના પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે વાંધો ઊઠાવતા જણાવ્યું હતું કે, 'તમે શું કહી રહ્યા છો મલ્લિકાર્જુન જી, શું તમે વિચાર્યું છે કે આનાથી કેટલા લોકોને નુકસાન થશે?'

'તારો બાપ મારી સાથે ફરતો હતો, ચૂપચાપ બેસી જા', સંસદમાં કોના પર ભડક્યા ખડગે? 2 - image


Google NewsGoogle News