Get The App

કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદીમાં જાતિનો આ સમીકરણ અપનાવી ભાજપને પડકારવાની કરી તૈયારી

યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 OBC, 10 SC, 9 ST અને 2 મુસ્લિમ ઉમેદવારો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદીમાં જાતિનો આ સમીકરણ અપનાવી ભાજપને પડકારવાની કરી તૈયારી 1 - image


Lok sabha Election 2024 | કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ છે. આ યાદીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 76 ટકા ઉમેદવારો દલિત અને પછાત છે. યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 OBC, 10 SC, 9 ST અને 2 મુસ્લિમ ઉમેદવારો છે. બીજી યાદી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ દલિત અને પછાત ચહેરાઓની મદદથી કેન્દ્રની ભાજપ સરકારને પડકારવાની યોજના બનાવી રહી છે.

રાહુલ ગાંધી અનેકવાર આપી ચૂક્યા હતા સંકેત... 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘણી વખત દલિતો અને પછાત લોકો વિશે વાત કરી છે. ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની યાદીમાં પણ તે બાબત સ્પષ્ટ દેખાઈ રહી છે. પાર્ટીએ મધ્ય પ્રદેશમાં ફૂલ સિંહ બરૈયા, પંકજ અહિરવાર, ઓમકાર સિંહ મરકામ, રાજેન્દ્ર માલવિયા, રાધેશ્યામ મુવેલ, પોરલલ ખરતેને ટિકિટ આપી છે. એ જ રીતે રાજસ્થાનમાં પણ ઘણા દલિતો અને પછાત લોકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ જે બે મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપી છે તેમાં આસામની કરીમગંજ સીટથી હાફિઝ રશીદ અહેમદ ચૌધરી અને ધુબરી સીટથી રકીબુલ હુસૈનને ટિકિટ મળી છે, જ્યારે એક મુસ્લિમ સાંસદની ટિકિટ કાપવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં અપનાવ્યો આ પ્લાન 

કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની ભીંડ સીટથી ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાને ટિકિટ આપી છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. ફૂલસિંહ બરૈયાની ગણતરી મધ્ય પ્રદેશમાં મોટા દલિત નેતા તરીકે થાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે આ બેઠક પરથી બરૈયાને ટિકિટ આપીને અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગના મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કર્યા છે. ગયા વર્ષે મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બરૈયાને ભીંડથી મેદાનમાં ઉતાર્યા હતા. પાર્ટીની હાર બાદ પણ બરૈયા ભીંડ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. પાર્ટીએ પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથને છિંદવાડા સીટથી ટિકિટ આપી છે.

માગી વિધાનસભા અને કોંગ્રેસે ઉતાર્યા સીધા લોકસભામાં 

જ્યારે પંકજ અહિરવાર પણ મધ્યપ્રદેશના રાજકારણમાં જાણીતું નામ છે. અહિરવાર અનુસૂચિત જાતિમાંથી આવે છે. પાર્ટીએ તેમને ટીકમગઢથી મેદાનમાં ઉતાર્યા છે. ટીકમગઢમાં અનુસૂચિત જાતિના મતદારોની સારી સંખ્યા છે. પંકજ અહિરવાર, મધ્યપ્રદેશ કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. અહિરવારે 2023ની વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ માટે દાવો કર્યો હતો, પરંતુ હાઈકમાન્ડે તેમને લોકસભાની ચૂંટણી સીધી લડાવાનો નિર્ણય કર્યો છે.

આદિવાસીઓ પર ભાર 

આ સિવાય પાર્ટીએ મંડલા સીટ પરથી ઓમકાર સિંહ મરકામને ટિકિટ આપી છે. મરકામ હાલમાં ડિંડોરીના ધારાસભ્ય પણ છે. મરકામની ગણતરી મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મોટા આદિવાસી નેતાઓમાં થાય છે. મરકમે 2014માં મંડલા સીટ પરથી લોકસભા ચૂંટણી પણ લડી હતી. જ્યારે રાજેન્દ્ર માલવિયાને દેવાસ-શાજાપુર લોકસભા બેઠક પરથી ટિકિટ મળી છે. રાજેન્દ્ર માલવિયા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.

જ્ઞાતિ સમીકરણ બેસાડ્યો 

માલવિયા બલાઈ સમુદાયમાંથી આવે છે, તેથી કોંગ્રેસે અહીં પણ જ્ઞાતિ સમીકરણ ઉકેલવાના તમામ પ્રયાસો કર્યા છે. એ જ રીતે રાધેશ્યામ મુવેલને ધારની અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પોરલાલ ખરતેને ખરગોનની અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સીધીમાંથી કમલેશ્વર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ કુર્મી જાતિના છે.

ગુજરાત-રાજસ્થાનમાં અપનાવ્યો મોટો પ્લાન 

એ જ રીતે પાર્ટીએ રાજસ્થાન, ગુજરાત અને આસામમાં પણ દલિતો અને પછાત લોકોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ લલિત યાદવને રાજસ્થાનની અલવર સીટ પરથી ઉતાર્યા છે. મતલબ કે પાર્ટીએ અહીંથી પણ OBC ચહેરાઓ પર દાવ લગાવ્યો છે. આ રીતે કોંગ્રેસે આ ચૂંટણીમાં દલિત અને ઓબીસી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.

એક મુસ્લિમ ઉમેદવાનું પત્તુ કપાયું 

કોંગ્રેસ પાર્ટીએ આસામના બારપેટથી વર્તમાન સાંસદ અબ્દુલ ખાલિકની ટિકિટ રદ કરી છે.અબ્દુલ ખાલીકે ફેબ્રુઆરીમાં પ્રભારી જિતેન્દ્ર સિંહને રાષ્ટ્રપતિની પત્ર લખીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો અને પાર્ટીની અંદર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાના એજન્ટ તરીકે કામ કરતા ધારાસભ્યો સામે કાર્યવાહી ન કરવાનો આરોપ પ્રદેશ અધ્યક્ષ સામે મૂક્યો હતો. પાર્ટીએ હવે તેમના સ્થાને દીપ બયાનને ટિકિટ આપી છે.


Google NewsGoogle News