કોંગ્રેસ પક્ષ : નવી આશાનો સંચાર થાય
ભારતીય કોંગ્રેસ પક્ષ માટે સંવત-૨૦૮૧ નું વર્ષ ગત કેટલાક વર્ષોની સરખામણીએ સારૃં રહે. પક્ષની સ્થિતિમાં સુધારો જણાય. નેતાગીરીમાં એક ચોક્કસ પ્રકારની દ્રષ્ટિ-નિતિ દેખાય. પક્ષમાં નવી આશાનો સંચાર થાય. કેટલાક યુવા ચેહરા, યુવા પ્રતિભા ઉભરી આવે. પક્ષમાંથી ગયેલા જૂના સભ્યો, કુટુંબના સભ્યો પરત આવતા પક્ષની મજબૂતીમાં વધારો થાય.
તેમ છતાં વર્ષના ઉત્તરાર્ધમાં પક્ષે આંતરિક-અસંતોષ-ભેદભાવનો સામનો કરવો પડે. પુન: પક્ષની નેતાગીરી સામે પ્રશ્નો ઉભા થાય અને પક્ષના નેતાને બદલવાની માંગ ઉભી થાય કે એવા સંજોગો ઉભા થાય.
ટૂંકમાં કોંગ્રેસ પક્ષે પોતાની પહેલાની પ્રતિષ્ઠા-સ્થિતિ પ્રાપ્ત કરવા માટે લાંબી મજલ કાપવી પડે.'