કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર, બિહાર-પંજાબ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની કરાઈ નિમણૂક, જુઓ યાદી
Congress Plans Major Organizational Reshuffle: કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થયા છે. નવા મહાસચિવો અને પ્રભારીઓ તરીકે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ અને અનુભવી નેતાઓને મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારી નિયુક્ત કરાયા છે.
ભૂપેશ બઘેલને મહાસચિવ બનીને પંજાબની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવીને જમ્મુ કાશ્મીરની જવાબદારી આપવામાં આવી છે. અજય કુમાર લલ્લૂને ઓડિસાના પ્રભારી બનાવાયા છે.
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે. તેવામાં કોંગ્રેસે કૃષ્ણા અલાવરૂને બિહારના પ્રભારી બનાવ્યા છે. હરીશ ચૌધરીને મધ્યપ્રદેશના, બીકે હરિપ્રસાદને હરિયાણાના, મીનાક્ષી નટરાજને તેલંગાણાના પ્રભારી બનાવાયા છે.
આ સિવાય રજની પાટિલને હિમાચલ પ્રદેશ, ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. જ્યારે કોંગ્રેસે કે.રાજૂને ઝારખંડના પ્રભારી બનાવ્યા છે.