'કયા પંચાંગથી તારીખ કાઢી? શંકરાચાર્ય નારાજ...', પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇને કોંગ્રેસના સવાલ
Congress on Ram Mandir : અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહી. કોંગ્રેસ ફરી એકવાર રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભાજપનો રાજકીય ક્રાર્યક્રમ ગણાવ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર સવાલો કર્યા
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ આજે પ્રત્રકાર પરિષદ કરીને ભાજપને સાવલો કર્યા હતા. તેમણે ભાજપને પુછ્યું કે શું પ્રાણ પ્રતિષ્ઠા માટે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે? તેમણે ચારેય શંકરાચાર્યોની વાતને રિપીટ કરતા કહ્યું હતું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. શંકરાચાર્યની ચીઠ્ઠી પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ ચીઠ્ઠીમાં મેનેજર અને અંગત સચિવની સહી છે જ્યારે દરેક લોકોએ શંકરાચાર્યનો વીડિયો જોયો છે આના પરથી ખ્યાલ આવી જશે કે આઈટી સેલ કેટલો સક્રિય છે. ઉલ્લેખનીય છે કે ચારેય શંકરાચાર્યોએ કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં તેઓ હાજર રહેશે નહીં. તેમનું કહેવું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા નિયમો અનુસાર થઈ રહ્યો નથી.
શું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તારીખને પસંદ કરવામાં આવી : પવન ખેડા
કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભગવાન અને મારી વચ્ચે કોઈ વચ્ચેટિયો ન હોઈ શકે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ક્યા પંચાંગમાંથી તારીખ નક્કી કરવામાં આવી છે? શું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તારીખને પસંદ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આપણે એક માણસના રાજકીય તમાશા માટે ભગવાન સાથે છળકપટ જોઈ શક્તા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજકીય કાર્યક્રમમાં મારા અને મારા ભગવાનની વચ્ચે કોઈ રાજકીય પક્ષના કાર્યકર્તા વચેટિયા બનીને બેસી જાય તે જરાપણ સહન નહીં કરીએ.