કોંગ્રેસના આ સાંસદે PM મોદી વિરૂદ્ધ કરી કાર્યવાહીની માગ, શું ભાજપની ટેન્શન વધશે?

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના આ સાંસદે PM મોદી વિરૂદ્ધ કરી કાર્યવાહીની માગ, શું ભાજપની ટેન્શન વધશે? 1 - image



Congress MP Complaint against PM Modi: કોંગ્રેસ સાસંદ મણિકમ ટાગોરે વડાપ્રધાન મોદી વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન મોદી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે સંસદમાં ખોટા નિવેદનો આપ્યા છે. કોંગ્રેસના લોકસભા સાંસદ મણિકમ ટાગોરે આ મુદ્દે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસ સાંસદે X પર વીડિયો પોસ્ટ કરીને સંસદમાં ખોટી રજૂઆતના આધારે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન તેમણે ખોટા નિવેદનો આપ્યા હતા.

રાહુલ ગાંધીએ પણ લોકસભા અધ્યક્ષને લખ્યો હતો પત્ર 

નોંધનીય છે કે, મણિકમ ટાગોર પહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો હતો. તેમણે તેમના ભાષણના કાઢી નાખેલા ભાગોને ગૃહની કાર્યવાહીમાં ફરીથી દાખલ કરવાની અપીલ કરી હતી. રાહુલે દાવો કર્યો છે કે તેમણે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકારના કાર્યકાળ દરમિયાન જમીની વાસ્તવિકતા જણાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગૃહના દરેક સભ્યને વાણી સ્વાતંત્ર્ય અને લોકોને પડતી મુશ્કેલીઓ અંગે સવાલ ઉઠાવવાનો અધિકાર છે.



Google NewsGoogle News