PM મોદીના અમેરિકા પ્રવાસથી કોંગ્રેસ સાંસદ શશી થરૂર ખુશ, કહ્યું- 'હું ખૂબ જ ઉત્સાહિત છું...'
Shashi Tharoor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક સહિત અનેક ટોચના અધિકારીઓની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ અમેરિકાનો પ્રવાસ ભારત માટે ખૂબ જ ખાસ છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પણ વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસના વખાણ કર્યા છે.
આ પણ વાંચોઃ મોદી-ટ્રમ્પની ડીલથી ગભરાયું પાકિસ્તાન! કહ્યું- ‘તેઓ સ્થાયી શાંતિ સ્થાપવા માંગતા નથી’
અમુક મોટી ચિંતાઓનું સમાધાન થયુંઃ થરૂર
કોંગ્રેસ સાંસદ શશી થરૂરે કહ્યું કે, 'અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પ્રેસ કોન્ફરન્સથી જે કંઈ આપણે જોયું, તે ખૂબ ઉત્સાહજનક છે. આપણા બધાંની અમુક મુખ્ય ચિંતાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પના વ્યાપાર અને ટેરિફના સવાલ પર તેમણે એકસાથે બેસીને ગંભીર વાતચીત કરવાનો નિર્ણય લીધો છે, જે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી સમાપ્ત થઈ જશે. ગેરકાયદે અપ્રવાસીઓ ભારતીયોના ઇમિગ્રેશનના મુદ્દે ફક્ત એક વસ્તુની કમી હતી અને તે હતી કે, તેમને કેવી રીતે પરત મોકલવામાં આવ્યા? નહીંતર તેમનું વલણ એકદમ બરાબર હતું. આ ભરમાયેલા યુવા છે, જેને ગેરકાયદે પ્રવાસ કરવા માટે પ્રોતસાહિત અને પ્રરિત કરવામાં આવ્યા છે'.
આ પણ વાંચોઃ મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો: CM યોગીએ સમજાવ્યું ગણિત
વડાપ્રધાન મોદીની યાત્રાના કર્યાં વખાણ
કોંગ્રેસ સાંસદે સંરક્ષણ મુદ્દે વાત કરતા કહ્યું કે, 'સંરક્ષણ મોરચે અમેરિકા દ્વારા આપણને F-35 સ્ટીલ્થ વિમાન વેચવાની પ્રતિબદ્ધતા ખૂબ જ મૂલ્યવાન છે. કારણ કે, આ એક અત્યાધુનિક વિમાન છે. વડાપ્રધાન મોદીના અમેરિકાના પ્રવાસની અત્યાર સુધીની મળેલી જાણકારીથી હું ખૂબ ઉત્સાહિત છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમ પરત આવે બાદમાં આ પ્રવાસની વધુ વિગતની રાહ જોઈ રહ્યો છું. વડાપ્રધાન મોદીની અમેરિકાની યાત્રામાં આપણને (ભારત) એ બધું મળ્યું, જેની અપેક્ષા કરી હતી, સિવાય કે, અપ્રવાસી ભારતીયોને કેવી રીતે પરત મોકલવામાં આવ્યા'.