Get The App

'નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ', કોંગ્રેસના સાંસદની ટિપ્પણીથી સર્જાયો વિવાદ

કેરળમાં પેલેસ્ટિનિયનના સમર્થનમાં એક રેલીનું આયોજન

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
'નેતન્યાહૂની ગોળી મારીને હત્યા કરી દેવી જોઈએ', કોંગ્રેસના સાંસદની ટિપ્પણીથી સર્જાયો વિવાદ 1 - image


Israel Palestine War : કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નિતને કાસરગોડમાં પેલેસ્ટાઈન એકતા રેલીમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પર ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, નેતન્યાહુને વગર ટ્રાયલે ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવા જોઈએ. 

ન્યુરેમબર્ગ ટ્રાયલને ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે : કોંગ્રેસ સાંસદ 

કોંગ્રેસ  સાંસદે કહ્યું કે, બીજા વિશ્વયુદ્ધ પછી, ન્યુરેમબર્ગ ટ્રાયલ નામની કોઈ વસ્તુનો ઉપયોગ યુદ્ધ અપરાધોમાં સામેલ લોકોને દંડ આપવા માટે કરવામાં આવ્યો હતો. ન્યુરેમબર્ગ ટ્રાયલ્સમાં, યુદ્ધના ગુનેગારોને ટ્રાયલ વગર ગોળી મારી દેવામાં આવતી હતી. હવે ન્યુરેમબર્ગ ટ્રાયલને ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. બેન્જામિન નેતન્યાહુ યુદ્ધના ગુનેગાર છે. નેતન્યાહુને વગર ટ્રાયલે ગોળી મારવાનો સમય આવી ગયો છે કારણ કે તે એ સ્તરની ક્રૂરતા કરી રહ્યા છે.

પેલેસ્ટિનિયનના સમર્થનમાં એક રેલીનું આયોજન 

તેમણે એમ પણ કહ્યું કે, જિનીવા સંમેલનના તમામ કરારોને તોડનારાઓને સજા મળવી જોઈએ. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયનના સમર્થનમાં 23 નવેમ્બરે કોઝિકોડમાં એક રેલી યોજાશે. જેનું ઉદ્ઘાટન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ કરશે.



Google NewsGoogle News