Get The App

અનામત છીનવવાની ભાજપની જીદના કારણે ઉમેદવારોનું ભવિષ્ય અંધારામાં: રાહુલ ગાંધીનો પ્રહાર

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Rahul Gandhi


UP 69000 Teacher Recruitment: અલાહાબાદ હાઇકોર્ટે યુપીમાં 69 હજાર શિક્ષકોની ભરતીની મેરિટ લિસ્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે. જે બાદ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. હવે આ મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બીજેપી સરકાર પર પ્રહાર કર્યા છે.

અનામત મુદ્દે શું કહ્યું?

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 69 હજાર શિક્ષકોની ભરતી પર અલાહાબાદ હાઇકોર્ટનો નિર્ણય અનામત વ્યવસ્થા સાથે રમત કરનારી ભાજપ સરકારના ષડયંત્રોનો મજબુત જવાબ છે. આ પાંચ વર્ષોથી ઠંડી, ગરમી, વરસાદમાં રોડ પર સતત સંઘર્ષ કરી રહેલા અમિત મૌર્ય જેવા હજારો યુવાઓની જ નહી પરંતુ સમાજીક ન્યાયની લડાઇ લડી રહેલા દરેક યોદ્ધાની જીત છે.

ભાજપ પર અનામત છીનવવાનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ પર  અનામત છીનવવાનો આરોપ લગાવતા કહ્યું કે, અનામત છીનવવાની ભાજપની જીદે સેંકડો નિર્દોષ વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ફેંકી દીધું છે. પાંચ વર્ષ ઠોકરો ખાઇને અને બરબાદ કર્યા પછી નવી યાદી દ્વારા જેમને નોકરી મળશે અને જેમના નામ હવે પસંદગીની યાદીમાંથી કપાઈ શકે છે તેમાં માત્ર ભાજપ જ ગુનેગાર છે. વિદ્યાર્થીઓને લડવા મજબૂર કરનાર ભાજપ સરકાર ખરેખર યુવાનોની દુશ્મન છે.

અલાહાબાદ હાઇકોર્ટનો આદેશ

અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે ઉત્તરપ્રદેશમાં સહાયક શિક્ષક ભરતી પરીક્ષા (એટીઆરઇ) અંતર્ગત 69 હજાર શિક્ષકોની નિયુક્તિ માટે જૂન 2020માં જાહેર કરેલી પસંદગી યાદી અને 6800 વિદ્યાર્થીઓની પાંચ જાન્યુઆરી 2022ની પસંદગી સૂચીને બદલે નવી સૂચી બનાવવા આદેશ આપ્યો છે.


Google NewsGoogle News