સંસદમાં જતાં પ્રિયંકા ગાંધીના બેગની ભારે ચર્ચા, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
Priyanka Gandhi with Palestine Support Bag: વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એક તરફ સોમવારે બાંગ્લાદેશના મુદ્દે આપેલા પોતાના ભાષણ માટે ચર્ચામાં છે તો બીજી તરફ હવે તેનો બેગ ભારે ચર્ચામાં છે. પ્રિયંકા ગાંધી આજે સંસદમાં એક બેગ લઈને પહોંચ્યા હતા. આ બેગ પર પેલેસ્ટાઈન (Palestine) લખ્યું હતું. હને તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પ્રિયંકા ગાંધી લાંબા સમયથી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે
પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથતાના પ્રતિક ચિહ્નો પણ હતા, જેમાં તરબૂચ પણ સામેલ હતું છે. જે આ ક્ષેત્રમાં લાંબા સમયથી માન્યતા પ્રાપ્ત પ્રતિક છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી લાંબા સમયથી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે અને ગાઝામાં સંઘર્ષને લઈને તેમણે ઘણી વખત મજબૂતાઈથી વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે સંસદ સંકુલમાં બેગ લઈને ફરતા પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Smt. @priyankagandhi Ji shows her solidarity with Palestine by carrying a special bag symbolizing her support.
— Dr. Shama Mohamed (@drshamamohd) December 16, 2024
A gesture of compassion, commitment to justice and humanity! She is clear that nobody can violate the Geneva convention pic.twitter.com/2i1XtQRd2T
થોડા દિવસ પહેલા જ પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ સાથે કરી હતી મુલાકાત
પ્રિયંકા ગાંધીના બેગની આ તસવીર એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ અબેદ અલરાઝેગ અબુ જાજર સાથે બેઠક દરમિયાન કાળા અને સફેદ રંગના કેફિયેહ (પેલેસ્ટાઈનનો પરંપરાગત હેડસ્કાર્ફ) પહેરેલા જોવા મળ્યા હતા. દિલ્હીમાં તેમના ઘરે આયોજિત આ બેઠકમાં જાજરે પ્રિયંકા ગાંધીને કેરળના વાયનાડથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બેઠક દરમિયાન પેલેસ્ટિનિયન રાજદ્વારીએ કોંગ્રેસ નેતાને કહ્યું હતું કે, ભારતે ગાઝામાં યુદ્ધવિરામની હિમાયત કરવા અને યુદ્ધગ્રસ્ત પટ્ટીના પુનર્નિર્માણમાં મદદ કરવા માટે ભૂમિકા ભજવવાની જરૂર છે.
અનેક વખત ઈઝરાયલની કાર્યવાહીની ટીકા કરી ચૂક્યા છે
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંઝી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કાર્યવાહીની નિંદા કરી હતી અને વિશ્વભરના દેશોને તેમની નિંદા કરવા વિનંતી કરી હતી.