Get The App

'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઇચ્છે ત્યાં મોકલી દે છે..', કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન

Updated: Mar 10th, 2025


Google News
Google News
'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઇચ્છે ત્યાં મોકલી દે છે..', કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન 1 - image


ED Raid In Chhattisgarh: છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે (10મી માર્ચ) કરાયેલા દરોડા અંગે કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી રહી છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે EDને પાલતુ શ્વાન ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે ભાજપ પર પણ આરોપ લગાવ્યા હતા. નોંધનીય છે કે, EDએ રાજ્યમાં લગભગ 14-15 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત દારૂ કૌભાંડ કેસમાં કરવામાં આવી છે.

'ભૂપેશ બઘેલ કોંગ્રેસના એક મજબૂત નેતા છે'

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે ED પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પાલતુ શ્વાન બની ગયું છે. આ શ્વાનને જ્યાં ઇચ્છે ત્યાં મોકલી દે છે. ભૂપેશ બઘેલ કોંગ્રેસના એક મજબૂત નેતા છે અને તેમણે આવી લડાઈ લડી છે. કોંગ્રેસ પાર્ટી અને છત્તીસગઢના લોકો તેમની સાથે ઊભા છે. આપણે બધા જાણીએ છીએ કે ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવેલા જૂઠાણાઓનો પરાજય થશે.'

ઈડીની કાર્યવાહી

સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્રના પરિસરમાં મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. ભિલાઈ(દુર્ગ જિલ્લો)માં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ, ચૈતન્ય બઘેલના કથિત નજીકના સહયોગી લક્ષ્મી નારાયણ બંસલ ઉર્ફે પપ્પુ બંસલ અને કેટલાક અન્ય લોકોના મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ(PMLA)ની જોગવાઈઓ હેઠળ પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દુષ્કર્મ સાબિત કરવા પ્રાઈવેટ પાર્ટ પર ઈજા જરૂરી નથી...', 40 વર્ષે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, કથિત દારૂ કૌભાંડ 2019થી 2022ની વચ્ચે આચરવામાં આવ્યું હતું અને તે સમયે છત્તીસગઢમાં બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર હતી. આ તપાસ હેઠળ, ED એ અત્યાર સુધીમાં વિવિધ આરોપીઓની લગભગ 205 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

'પાલતુ શ્વાન જેવી છે ED, જ્યાં ઇચ્છે ત્યાં મોકલી દે છે..', કોંગ્રેસ સાંસદનું વિવાદિત નિવેદન 2 - image

Tags :
ED-RaidChhattisgarhEDBhupesh-Baghel

Google News
Google News