'હું તો મહિના પહેલા જ મંત્રી બન્યો છું...', કૉંગ્રેસ સાંસદે પૂછ્યો એવો સવાલ કે આશ્ચર્યચકિત થઈ ગયા મોદી સરકારના મંત્રી

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Manish Tiwari


Congress On Global Warming in Parliament : સંસદમાં બજેટ સત્રમાં અનેક મુદ્દા ઉપર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જેમાં કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ પૃથ્વી ઉપર વધતાં તાપમાનને ધ્યાનમાં રાખીને સત્તાપક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યાં હતા. જેનો જવાબ આપવા માટે ઊર્જા વિભાગના મંત્રી મનોહર લાલ ખટ્ટર ઊભા થયા હતા. આ દરમિયાન મનીષ તિવારીએ લોકસભામાં જણાવ્યું હતું કે, 'રિયો ડી જાનેરોમાં આયોજિત વૈશ્વિક પરિષદમાં ગ્લોબલ વોર્મિંગનું સ્તર 1.5 ડિગ્રી સુધી ઘટાડવાની કામગીરી કરવા માટે બધાએ સંમતિ આપી હતી.'

શું સરકાર આર્થિક સર્વેમાં આપેલી જાણકારીથી સહમત છે?

કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે, '1992થી લઈને 2024 સુધીનો આંકડો સરકાર માટે મુશ્કેલી ભર્યો છે. હાલમાં કરવામાં આવેલા આર્થિક સર્વેમાં એનર્જી ટ્રાન્જેક્શનમાં બે ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્લોબલ વોર્મિંગના 1.5 ડિગ્રીના આંકડા સામે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે મારો પ્રશ્ન છે કે, શું સરકાર આર્થિક સર્વેમાં આપવામાં આવેલી જાણકારી સાથે સહમત છે?  જો સરકાર સહમતિ દર્શાવે છે તો તે શું વૈશ્વિક સમુદાયના નિર્ણય વિરુદ્ધ જશે?'

હું એક મહિના પહેલા જ મંત્રી બન્યો છું

મનીષ તિવારીના પ્રશ્નોને લઈને મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, 'હું એક મહિના પહેલા જ મંત્રી બન્યો છું, પરંતુ મનીષ તિવારી અગાઉ મંત્રી રહી ચૂક્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. અગાઉ 1992 અને 1997માં તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અમે આ અંગે વૈશ્વિક સમુદાયને કમિટમેન્ટ પણ આપ્યું છે. જેમાં કાર્બન ઉત્સર્જન 33થી 35 ટકા સુધી ઘટાડવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. અમે ઉત્સર્જનમાં ઘટાડો કરીને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે યોગ્ય પગલા લઈશું.'

'હું તો મહિના પહેલા જ મંત્રી બન્યો છું...', કૉંગ્રેસ સાંસદે પૂછ્યો એવો સવાલ કે આશ્ચર્યચકિત થઈ ગયા મોદી સરકારના મંત્રી 2 - image


Google NewsGoogle News