VIDEO: 'આજે હુમલો થયો, કાલે હત્યા પણ થઈ શકે છે', એવું શું થયું કે મમતા પર ભડક્યા અધીર રંજન
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સતત મમતા બેનરજી પર પ્રહારો કરી રહ્યા છે
Attack On ED Team: પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અધીર રંજન ચૌધરી તૃણમૂલ કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ઈડીની ટીમ પર થયેલા હુમલા અંગે અધીર રંજને કહ્યું કે,"શાસક સરકારના ગુંડાઓ દ્વારા ઈડીના અધિકારીઓ પર હુમલા બાદ, તે સ્પેષ્ટ છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નથી. આજે હુમલો થયો,કાલે તેની હત્યા પણ થઈ શકે છે. તે મારા માટે આશ્ચર્યજનક નથી."
પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર હુમલો
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમુલ નેતા શાહજહાં શેખ ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી ઈડીની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઈડીની ટીમને ઘેરી લીધી હતી. આ હુમલામાં મીડિયાકર્મીઓ પણ લપેટમાં આવી ગયા હતા.
કોંગ્રેસને માત્ર બે બેઠકોની ઑફર પર અધીર રંજન ભડક્યા
નોંધનીય છે કે, I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર સંકલન પહેલા જ વિવાદ ઊભો થયાના સમાચાર વહેતા થયા છે. તૃણમૂલ કોંગ્રેસે પ.બંગાળમાં ગઠબંધનના સાથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમા માત્ર બે બેઠક આપવા માગે છે. જેને લઈને અધીર રંજન ચૌધરીએ તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "મમતા બેનરજી ગઠબંધન નથી ઈચ્છતા, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેવા કરવામાં વ્યસ્ત છે."