નીતીશ કુમારની ગુલાંટ પર આરજેડી-કોંગ્રેસના નેતાઓ ભડક્યાં, જયરામ રમેશે તો 'ગિરગિટ' કહ્યાં

ઠગ અને લોભી લોકોનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે : RJD

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
નીતીશ કુમારની ગુલાંટ પર આરજેડી-કોંગ્રેસના નેતાઓ ભડક્યાં, જયરામ રમેશે તો 'ગિરગિટ' કહ્યાં 1 - image


Bihar Political Crisis : નીતીશ કુમારે ફરી એકવાર ગઠબંધન તોડીને વધુ એક ગુલાંટ મારી દીધી અને મહાગઠબંધનનો અંત લાવતાં એનડીએ સાથે જોડાઈ જવાનો નિર્ણય કરીને સૌ કોઈને અચરજ પમાડી દીધો છે. આ સૌની વચ્ચે બિહારમાં અને રાષ્ટ્રીય સ્તરે I.N.D.I.A ગઠબંધનમાં તેમના સહયોગી રહી ચૂકેલા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. 

ઠગ અને લોભી લોકોનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે : RJD

આરજેડી નેતા એજાઝ અહેમદે નીતીશ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, યુવાનોના સપનાને સાકાર કરનાર તેજસ્વી યાદવને દગો આપ્યો છે. વધુમાં જણાવતા કહ્યું કે 'અમે તમને સમર્થન આપીને તમારું અસ્તિત્વ અને પાર્ટી બચાવી હતી, પરંતુ આજે તમે સ્વાર્થમાં રાજીનામું આપીને યુવા નેતા તેજસ્વી યાદવની વિચારસરણીને ઠેસ પહોંચાડી છે. આજે ઠગ અને લોભીઓનું ગઠબંધન તૈયાર થઈ રહ્યું છે.'

શું કહ્યું મલ્લિકાઅર્જુન ખડગેએ? 

નીતીશ કુમારના રાજીનામા વિશે પત્રકારો સાથેની વાતચીતમાં મલ્લિકાઅર્જુન ખડગેએ કહ્યું કે અમને પહેલાથી જ સંકેત મળી ગયા હતા કે નીતીશ કુમાર ફરી ગુલાંટ મારશે. અમે પહેલા પણ લડતાં રહ્યા છીએ અને આગળ પણ લડતાં રહીશું. અમે I.N.D.I.A ગઠબંધનને જોડી રાખવા મૌન સાધી રાખ્યું હતું. તેજસ્વી અને લાલુ યાદવે જે કહ્યું હતું તે વાત સાચી સાબિત થઇ. દેશમાં ઘણાં લોકો છે જે આયા રામ ગયા રામ છે. 

જયરામ રમેશ શું બોલ્યાં? 

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે નીતીશ કુમારની આ ગુલાંટ અંગે ટ્વિટર પર પોસ્ટ કરતાં કહ્યું કે વારંવાર રાજકીય ભાગીદારો બદલનારા નીતીશ કુમાર રંગ બદલવામાં ગિરગિટને મજબૂત ટક્કર આપી રહ્યા છે. આ વિશ્વાસઘાતના નિષ્ણાત અને તેમને ઈશારો પર નચાવનારા લોકોને બિહારની પ્રજા માફ નહીં કરે. વાત સ્પષ્ટ છે કે ભારત જોડો ન્યાય યાત્રાથી વડાપ્રધાન તથા ભાજપ ગભરાઈ ગયા છે અને તેનાથી ધ્યાન ભટકાવવા માટે આ રાજકીય ડ્રામા રચવામાં આવ્યો છે.

નીતીશ કુમારની ગુલાંટ પર આરજેડી-કોંગ્રેસના નેતાઓ ભડક્યાં, જયરામ રમેશે તો 'ગિરગિટ' કહ્યાં 2 - image


Google NewsGoogle News